સોનુ સૂદ તાજેતરમાં ડીપફેકનો શિકાર બન્યા અને ચાહકોને એલર્ટ કર્યા છે.અભિનેતાએ એક વિડીયો શેર કર્યો જેમાં એક ઢોંગી સોનુ સૂદ બનીને પૈસા પડાવી રહ્યો હતો.વીડિયોમાં નકલ કરનારે ડીપફેકનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ પરિવારને નિશાન બનાવ્યો.છેતરપિંડી કરનારાઓએ ડીપફેક નામનું નવું માધ્યમ શોધી કાઢ્યું છે.હવે ડીપફેક વીડિયો દ્વારા સામાન્ય લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે અને પૈસા પડાવવામાં આવી રહ્યા છે.થોડા સમય પહેલા રશ્મિકા મંદાના અને આલિયા ભટ્ટનો ડીપ ફેક વીડિયો વાયરલ થયો હતો.હાલમાં જ સચિન તેંડુલકરનો પણ ફેક વીડિયો સામે આવ્યો હતો અને હવે સોનુ સૂદ પણ તેના શિકાર બન્યા છે.
સોનુ સૂદ ચોંકી ગયો જ્યારે એક ફેનએ ડીપ ફેક વીડિયોનો સ્ક્રીન રેકોર્ડ મોકલ્યુ.તે ડીપ ફેક વીડિયો સોનુ સૂદનો હતો.મદદના નામે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો.સોનુ સૂદે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.એક પરિવારને બોલાવ્યો જેને સારવાર માટે પૈસાની જરૂર હતી.તેમણે પરિવારને આશ્વાસન આપ્યું કે તેઓ તેમની મદદ કરશે.આ વીડિયોમાં પોતાને જોઈને સોનુ સૂદ ચોંકી ગયો હતો.તેણે ચાહકોને આ ડીપ ફેક વીડિયો વિશે ચેતવણી આપી અને X પર લખ્યું,’મારી ફિલ્મ ‘ફતેહ’ વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે,જેમાં ડીપ ફેક અને ફેક લોન એપ્સનો સમાવેશ થાય છે.એવામાં આ વીડિયો પણ સામે આવ્યો છે.જેમાં સોનુ સૂદ હોવાનો ઢોંગ કરીને કોઈએ વીડિયો કોલ દ્વારા ચેટિંગ કરીને પરિવાર પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.અનેક નિર્દોષ લોકો આ જાળમાં ફસાઈ જાય છે. ત્યારે સોનુ સૂદએ બધાને વિનંતી કરી છે કે જો તમને આવા કોલ્સ આવે તો સાવધાન થઈ જાઓ.સોનુ સૂદની આ પોસ્ટ તરત જ વાયરલ થઈ ગઈ અને ચાહકોએ તેમને ચેતવણી આપવા બદલ આભાર માન્યો.તમને જણાવી દઈએ કે સોનુ સૂદ તેમના સમાજ સેવાના કાર્યો માટે પણ જાણીતા છે.તે ઘણીવાર જરૂરિયાતમંદ અને ગરીબોને મદદ કરે છે.કોરોનાના સમયગાળા દરમિયાન પણ સોનુ સૂદે હજારો લોકોની મદદ કરી હતી.તેની ફિલ્મ ‘ફતેહ’ની વાત કરીએ તો તેનું નિર્દેશન વૈભવ મિશ્રાએ કર્યું છે.આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિસ પણ છે અને તે 12 એપ્રિલે રિલીઝ થશે.