Bollywood News: હંમેશની જેમ અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર લોકોના દિલ જીતી લીધા છે. હકીકતમાં દિલ્હી AIIMSમાં દર્દીઓની વધતી ભીડને કારણે, એક પુત્રને તેના પિતાનો જીવ બચાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ માટે અપીલ કરી હતી. આ પોસ્ટ વાઈરલ થતાં જ સોનુ સૂદે તેને જવાબ આપ્યો અને તમામ શક્ય મદદની ખાતરી આપી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થોડી જ વારમાં આ પોસ્ટ વાયરલ થઈ ગઈ. આ પછી સોનુ સાદે X પર લખ્યું, ‘ભાઈ અમે તારા પિતાને મરવા નહીં દઈએ.’ પ્રાપ્ત માહિતી અનુસાર, પલ્લવ સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયાનો રહેવાસી છે.
We won’t let your father die brother.
Message me ur number directly on my personal twitter id inbox .. kindly don’t share on a tweet. @SoodFoundation 🇮🇳 https://t.co/rkq8WuhvXu
— sonu sood (@SonuSood) December 4, 2023
પલ્લવે પોસ્ટમાં જણાવ્યું કે તેના પિતાનું હૃદય માત્ર 20 ટકા કામ કરે છે. AIIMSની કતારમાં રહેલા પલ્લવે પોસ્ટ કરીને લખ્યું કે, ‘મારા પિતાનું જલ્દી મૃત્યુ થશે. હા, હું જાણું છું કે હું શું કહું છું. હું એઈમ્સ દિલ્હીમાં કતારમાં ઉભા રહીને આ લખી રહ્યો છું.’ તેણે આગળ લખ્યું, ‘હું ભારતના મધ્યમ વર્ગના પરિવારમાંથી છું, જે ભારતની બહુમતી વસ્તી છે. મને નથી લાગતું કે હું મારા પિતાને બચાવી શકીશ.’
રેવંત રેડ્ડી હશે તેલંગાણાના આગામી સીએમ, કોંગ્રેસ હાઈકમાન્ડે આપી મંજૂરી, 7 ડિસેમ્બરે લેશે શપથ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 15 વર્ષ પછી બંધ? આસિત મોદીએ BOYCOTT ટ્રેન્ડ પર તોડ્યું મૌન, કહ્યું સત્ય!
જટિલ સર્જરી માટે લાંબા સમય સુધી રાહ જોતા પલ્લવે પરિવાર પર ખાનગી આરોગ્ય સંભાળ પરવડી ન શકવાને કારણે ભાવનાત્મક અને નાણાકીય અસરની વિગતો આપી. આ પહેલા પલ્લવની પોસ્ટનો જવાબ આપતા AIIMS દિલ્હીએ લખ્યું હતું કે, ‘AIIMS નવી દિલ્હીને જાણવા મળ્યું છે કે કાર્ડિયોલોજી ઓપીડીમાં નોંધાયેલા દર્દીને રાહ જોવાના સમયગાળા દરમિયાન કેટલીક સમસ્યાઓ હતી. અમે દર્દી/પુત્રને બોલાવ્યા. અમને જાણવા મળ્યું કે દર્દી હવે યુપીના દેવરિયામાં તેના ગામમાં છે અને ઘરે આરામદાયક છે.