Bollywood News: તાજેતરમાં રિલીઝ થનારી આગામી ફિલ્મ મડગાંવ એક્સપ્રેસનું ટ્રેલર જોયા પછી દરેક લોકો ફુલ-ઓન મસ્તી કરી રહ્યા છે! રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર (farhan Akhtar)ની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ દરેક જગ્યાએ ધૂમ મચાવી રહી છે. આવી સ્થિતિમાં ચાહકો અને દર્શકો ફક્ત 22 માર્ચ, 2024ની રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ સિનેમા હોલમાં આ ફિલ્મ જોઈ શકે. આ ઉત્તેજના અને ફિલ્મને લઈને ચર્ચા વચ્ચે મડગાંવ એક્સપ્રેસના કલાકારો ગુજરાત પહોંચી ગયા છે.
દિવ્યેન્દુ શર્મા, પ્રતિક ગાંધી, અવિનાશ તિવારી, નોરા ફતેહી સહિત બધા કલાકારો અને દિગ્દર્શક કુણાલ ખેમુ ગુજરાતમાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન ફિલ્મની આખી ટીમે ત્યાંના લોકો સાથે વાતચીત કરી હતી. ગુજરાતી થાળીનો સ્વાદ પણ માણ્યો હતો.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
“બચપન કે સપને… લગ ગયે અપને” ટેગલાઇન સાથે ‘મડગાંવ એક્સપ્રેસ’ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. દરમિયાન કુણાલ ખેમુ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મ 22 માર્ચ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.