Entertainment News : બોલિવૂડ (bollywood) સુપરસ્ટાર સની દેઓલના (Sunny Deol) જુહુ સ્થિત બંગલાની હરાજી રદ કરવામાં આવી છે. 24 કલાકની અંદર બેંકે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે, જેના પર હવે કોંગ્રેસ પાર્ટીએ સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) ટ્વિટ કરીને સવાલ કર્યો છે કે 24 કલાકમાં કયા ટેક્નિકલ કારણો સામે આવ્યા, જેના કારણે હરાજી પર પ્રતિબંધ લાગી ગયો.
વાસ્તવમાં 20 ઓગસ્ટે સમાચાર આવ્યા હતા કે બેંક ઓફ બરોડાએ સની દેઓલને નોટિસ ફટકારી છે. ગદર 2 અભિનેતાએ લગભગ 56 કરોડની લોન લીધી હતી, જે તેણે ચૂકવી ન હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના બંગલાની હરાજી કરવામાં આવશે. હરાજીની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે ઇ-હરાજી 25 સપ્ટેમ્બરે યોજાશે. પરંતુ 21 ઓગસ્ટની સવારે સમાચાર મળ્યા કે બેંકે હરાજી પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે ટ્વીટ કરીને કોંગ્રેસ નેતા જયરામ રમેશે સવાલો ઉઠાવ્યા છે.
શું કહ્યું જયરામ નરેશે?
ગઈ કાલે બપોરે આખા દેશને ખબર પડી કે બૅન્ક ઑફ બરોડાએ સન્ની દેઓલના જુહુ બંગલાને ઇ-ઑક્શન પર મૂકી દીધો છે. તેણે બેન્કના 56 કરોડ ચૂકવ્યા નથી. આજે સવારે 24 કલાકથી પણ ઓછા સમયમાં એવું લાગી રહ્યું છે કે બેંકે ટેક્નિકલ કારણોસર હરાજી અટકાવી દીધી છે. આશ્ચર્ય થાય છે કે આ ટેકનિકલ કારણોને કારણે શું કારણભૂત બન્યું.”
Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank.
This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has…
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023
જ્વેલરી ખરીદનારા હવે ચિંતા ન કરતા, સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો મોજ આવે એવા નવા ભાવ
દરમિયાન વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આજકાલ સની દેઓલની ફિલ્મ ગદર 2 થિયેટરોમાં ચાલી રહી છે. સની દેઓલ તારા સિંહના રોલમાં જોવા મળ્યો છે. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તબાહી મચાવી રહી છે. લગભગ 80 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 10 દિવસમાં 377 કરોડનો બિઝનેસ કર્યો છે. એક અંદાજ મુજબ ટૂંક સમયમાં જ આ ફિલ્મ 400 કરોડનો આંકડો પાર કરી જશે.