Gadar 2 Box Office Collection Day 20 : સની દેઓલની (sani deol) ફિલ્મ ‘ગદર’ (gadar) માટે ફેન્સનો ક્રેઝ ઓછો નથી થઇ રહ્યો. કોઈ તહેવાર, રજા કે વીકેન્ડ આવતા જ ફિલ્મની કમાણી ફરી એકવાર જોર પકડે છે. હવે સની દેઓલની ગદર 2એ (gadar 2) રક્ષાબંધન પર મોટી છલાંગ લગાવી છે, અને બમ્પર કમાણી કરી છે. રિલીઝના 20માં દિવસે સની દેઓલે ફરી એકવાર શાહરૂખ ખાનની ‘પઠાણ’ (pathan) અને પ્રભાસની ‘બાહુબલી’ (bahubali) રિલીઝ કરી હતી. રક્ષાબંધનના અવસરે ગદર 2ને ભાઈ-બહેનનો ખૂબ પ્રેમ મળ્યો હતો.
રજાના કારણે ફેન્સ ફરી એકવાર ગદર 2 જોવા માટે થિયેટરો પહોંચ્યા હતા. ગદર ૨ એ રિલીઝના ૨૦ મા દિવસે બમ્પર કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા. સની દેઓલની ગદર 2એ રિલીઝના 20માં દિવસે કમાણીના મામલે શાહરૂખ અને પ્રભાસને પાછળ છોડી દીધા હતા. ગદર 2એ 20માં દિવસે લગભગ 10 કરોડની કમાણી કરી છે, જે 19માં દિવસથી બમણી છે. માનવામાં આવી રહ્યું છે કે ત્રીજા વીકેન્ડ પર ફિલ્મ 500 કરોડનો આંકડો પાર કરી જશે.
શાહરૂખ ખાનની પઠાણના 20માં દિવસના કલેક્શનની વાત કરીએ તો આ ફિલ્મે માત્ર 4.20 કરોડની કમાણી કરી હતી. પ્રભાસની શાનદાર ફિલ્મ બાહુબલી 2એ રિલીઝના 20માં દિવસે 6.25 કરોડનું કલેક્શન કર્યું હતું. આ આંકડો જોઇને સની દેઓલે બંને સુપરસ્ટારને પાછળ છોડી દીધા હતા.
ફિલ્મના નિર્માતાઓએ રક્ષાબંધન પર ભાઈ-બહેનને એક મોટી ઓફર આપી હતી, જેનો ફાયદો ફિલ્મના કલેક્શનને મળી રહ્યો છે. ફેસ્ટિવલ અને વીકેન્ડને ધ્યાનમાં રાખીને મેકર્સ દ્વારા 2 ટિકિટની સાથે 2 ફ્રી ટિકિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઓફર 3 સપ્ટેમ્બર એટલે કે વીકેન્ડ સુધી ચાલુ રહેશે. આવી સ્થિતિમાં ગદર 2 ટૂંક સમયમાં જ નવા રેકોર્ડ બનાવશે તેવી આશા છે.