સની દેઓલે ભૂક્કા બોલાવ્યા, ગદર-2 એટલી ચાલી કે બાહુબલી-2 નું પણ સુરસુરિયું થઈ ગયું, કમાણી જાણીને આંખો ફાટી જશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gadar 2 Box Office Collection Day 5 : હિન્દુસ્તાન જીવંત છે… તે જીવંત હતું અને રહેશે… આ ડાયલોગથી તારા સિંહે (tara shinh ) ફરી એકવાર બોક્સ ઓફિસ પર હાવી થઇ ગઇ હતી. સની દેઓલની (sunny deol) ફિલ્મ ગદર 2 (gadar 2) કમાણીના મામલે સારી કમાણી કરી રહી છે. 22 વર્ષ બાદ પરદા પર આવેલી તારા-સકીનાની જોડીને ફેન્સનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પહેલા વીકેન્ડ સુધી ગદર 2 કમાણીના મામલે મોટો આંકડો એકત્ર કરી શકશે.

 

ગદર 2 એ સ્વતંત્રતા દિવસે એક નવો ઈતિહાસ રચ્યો. સની દેઓલની ગદર 2 સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ કમાણી કરનાર અને સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની છે. ગદર 2 જોવા માટે ચાહકોની ભીડ છાતીમાં દેશભક્તિની ભાવના ઉભી કરવા ઉમટી પડી હતી. ગદર 2 ના શો રિલીઝના 5માં દિવસે પણ હાઉસફુલ રહ્યા હતા.

 

 

સ્વતંત્રતા દિવસે બનાવ્યો રેકોર્ડ

ગદર 2 એ તેની રિલીઝના પાંચમા દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી હતી. સની દેઓલની ગદર 2 એ 5માં દિવસે 55.5 કરોડની કમાણી કરી હતી. ગદર 2 ની કુલ કમાણી વિશે વાત કરીએ તો, આ ફિલ્મે વિશ્વભરમાં 230 કરોડના આંકડાને સ્પર્શ કર્યો છે, જેમાં પાંચમા દિવસની કમાણી સૌથી વધુ હતી.

 

બાહુબલી અને સુલતાન પાછળ રહી ગયા

આ ફિગર સાથે સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ગદર 2એ પ્રભાસની બાહુબલી 2, સલમાન ખાનની સુલતાન અને રિતિક રોશનની વોરને પણ પાછળ છોડી દીધી છે. 5માં દિવસે ગદર 2 બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બીજા સ્થાન પર છે. તેનાથી પણ વધુ શાહરૂખ ખાનની પઠાણે 58.5 કરોડની કમાણી કરી હતી.

 

આઝાદી પછી અત્યાર સુધીમાં સોનાનો ભાવ 660 ગણો વધી ગયો, જાણો 1947ના વર્ષમાં કેટલો ભાવ હતો? જાણીને વિશ્વાસ નહીં આવે

એ દિવસે ધોનીએ કરોડો લોકોને રડાવ્યા હતાં, આખો દેશ ગુમસુમ થઈ ગયો, બધુ જાણે ઠપ થઈ ગયું હોય એવો માહોલ

આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

 

સની દેઓલની ગદર 2 બ્લોકબસ્ટર બનવાની તૈયારીમાં છે

ગદર 2 જે ઝડપે આગળ વધી રહી છે. તેને જોતા કહી શકાય છે કે ટૂંક સમયમાં આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ શકે છે. ફિલ્મની કમાણીના આંકડા હવે માત્ર શાહરૂખ ખાનની પઠાણ પાછળ છે. બોલીવુડની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 5 ફિલ્મોની યાદીમાં ગદર 2 બીજા નંબર પર છે. સની દેઓલ અને મેકર્સ ફિલ્મની કમાણી અને ફેન્સનો પ્રેમ જોઈને ખૂબ જ ખુશ છે. લાંબા સમય બાદ સની દેઓલના ખાતામાં એક સુપરહિટ ફિલ્મ સામેલ થઇ ગઇ છે.

 

 


Share this Article