Entertainment News: બોલિવૂડની જાણીતી અભિનેત્રી સની લિયોને યુપીના નોઈડામાં એક રેસ્ટોરન્ટ ખોલી છે. 22 જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કર્યું. સની લિયોનની હવે એક રેસ્ટોરન્ટની માલિક પણ બની ગઈ.સનીના ઘણા ચાહકોએ તેની રેસ્ટોરન્ટમાં જઈને ભોજનનો સ્વાદ ચાખ્યો છે. સનીની રેસ્ટોરન્ટનું નામ ચિકા લોકા છે. આવો જાણીએ સનીની રેસ્ટોરન્ટમાં ફૂડના રેટ શું છે. શું ઓનલાઈન સુવિધા ઉપલ્ધ છે કે નહી? તેમજ લોકેશન પર કેવી રીતે પહોંચવું.
વિશ્વ પ્રસિદ્ધ અભિનેત્રી સની લિયોને નોઇડાના સેક્ટર 129માં એક 29 ની નજીક તેની રેસ્ટોરન્ટ શરૂ કરી છે. સનીની આ રેસ્ટોરન્ટનું નામ ચિકા લોકા છે. તેણે રેસ્ટોરન્ટને સ્પેનિશ નામ આપ્યું છે. ખાસ વાત એ છે કે ચિકા લોકાનો અર્થ ‘પાગલ છોકરી’ થાય છે.
ફૂડ લવર્સ આ સની રેસ્ટોરન્ટમાં જઈને ખૂબ જ ઓછા ખર્ચે ખાઈ શકે છે. તમે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. ચાલો સનીની ચિકા લોકા રેસ્ટોરન્ટના રેટ લિસ્ટ પર એક નજર કરીએ.
ચિકા લોકા રેસ્ટોરન્ટમાં ભોજનની કિંમત વિશે વાત કરીએ તો, તમને અહીં 195 રૂપિયામાં પુલ્ડ ચિકન સમોસા મળશે. ઉપરાંત, ચિકન ટિક્કા મસાલા વેફલ્સ 495 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે રેસ્ટોરન્ટના મેનુમાં તમામ ફૂડ આઈટમ માત્ર 1000 રૂપિયાની અંદર છે.
સનીએ મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને રેસ્ટોરન્ટમાં ફૂડના દર નક્કી કર્યા છે. તમને જણાવી દઈએ કે સનીની આ રેસ્ટોરન્ટ બપોરે 12.00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી જ ખુલ્લી રહે છે.
સનીની રેસ્ટોરન્ટ ચિકા લોકાના રેટ વિશે વધુ માહિતી માટે, eazydiner અને swiggy appથી ઓર્ડર કરી શકો છો. ખાસ વાત એ છે કે આ બંને ફૂડ સાઇટ્સ પરથી ઓનલાઈન ઓર્ડર કરીને તમે ચિકા લોકા રેસ્ટોરન્ટમાંથી પણ ફૂડ મેળવી શકો છો.