લગ્નનો સવાલ કર્યો તો તાપસી પન્નુએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું-હું અત્યારે પ્રેગનેન્ટ… ફેન્સના પણ હોશ ઉડી ગયાં

Desk Editor
By Desk Editor
Share this Article

Taapsee Pannu Wedding Plans: બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. હવે આ લાંબા બ્રેક બાદ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનિથિંગ સેશન યોજ્યું હતું. આ દરમિયાન ફેન્સે એક્ટ્રેસને તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા સવાલો પૂછ્યા હતા. જેના જવાબમાં તમન્નાએ ખૂબ જ ફની અંદાજમાં જવાબ આપ્યો હતો.

 

 

તાપસી પન્નુ ક્યારે લગ્ન કરશે?

સોમવારે તાપસી પન્નુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સેશન રાખ્યું હતું. આ દરમિયાન એક ફેને તેના લગ્નની યોજનાઓ વિશે સવાલ કર્યો હતો. જેના પર ફેને એક્ટ્રેસને પૂછ્યું કે, ‘તું ક્યારે લગ્ન કરીશ?’ જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘હું હજુ પ્રેગ્નેન્ટ નથી, તેથી મને હાલ લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી. આટલું કહ્યા બાદ અભિનેત્રી પોતાનું હસવું રોકી શકી નહીં. તાપસી પન્નુ હાલમાં બેડમિંટન પ્લેયર ટર્ન કોચ મથિયાસ બો સાથે રિલેશનશિપમાં છે.

તાપસીએ સોશિયલ મીડિયાથી પોતાની જાતને કેમ દૂર કરી?

આ સિવાય તાપસી પન્નુએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું કારણ પણ જણાવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું કે શરૂઆતમાં તે લોકો સાથે વાતચીત કરવા માટે આ પ્લેટફોર્મ સાથે જોડાઈ હતી, પરંતુ હવે તેના પર ખૂબ જ નકારાત્મક વાતાવરણ છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે લોકો ફક્ત અન્ય લોકોને નીચે મૂકવા માંગે છે જે તેમને ગમતું નથી અને તેથી તેણી તેના ચાહકોને બીજે ક્યાંક મળવાનો માર્ગ શોધી કાઢશે.

 

 

 

બાંગ્લાદેશથી આવેલી જુલીએ હિંદુ બન્યા પછી અજય સાથે લગ્ન કર્યા, પતિને પોતાની સાથે લઈ ગઈ, હવે સામે આવ્યો ખતરનાક ફોટો

સહારામાં ફસાયેલા નાણાં આટલા દિવસોમાં મળી જશે, રોકાણકારોએ પોર્ટલ પર અરજી કરવી પડશે, જાણો પ્રક્રિયા

ખાતામાં 10 હજાર પણ નહોતા અને ATMમાંથી 9 કરોડ રૂપિયા ઉપાડી ગયા! જોરદાર અય્યાશી કરી અને પછી…

 

તાપસીનું વર્કફ્રન્ટ

તાપસી પન્નુએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તે આગામી દિવસોમાં શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનો ભાગ બનશે. તે તમિલ ફિલ્મ “એલિયન”ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આપી હતી. અભિનેત્રીએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે તે આ ફિલ્મમાં એલિયનની ભૂમિકા નિભાવશે નહીં. આ સિવાય તાપસી પન્નુ પાસે પાઇપલાઇન પર ઘણી વધુ ફિલ્મો છે.

 


Share this Article