Bollywood News: એક રીતે જોઈએ તો 25મી માર્ચે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જ્યારે બોલિવૂડમાં અભિનેત્રી તાપસી પન્નુ અને તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બોએ તેમના લગ્નના સમાચાર સાથે હેડલાઇન્સ બનાવી હતી. સોમવારે અહેવાલ સામે આવ્યો કે તાપસી પન્નુ અને મથિયાસ બોએ રાજસ્થાનમાં પરિવાર અને મિત્રો વચ્ચે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. આ દરમિયાન અભિનેત્રીનો એક જૂનો ઈન્ટરવ્યુ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતાના સપનાના લગ્નના પ્લાન વિશે જણાવ્યું હતું.
એક અહેવાલ અનુસાર તાપસી પન્નુએ જાન્યુઆરી 2023માં મેથિયાસ બો સાથે તેના સપનાના લગ્નનો વિચાર શેર કર્યો હતો. તેણે કહ્યું હતું કે મારા લગ્નમાં ડાન્સ અને સારું ભોજન પીરસવામાં આવશે. તેણીએ બ્રાઇડ્સ ટુડેને કહ્યું કે તેણી ઇચ્છે છે કે, મૂળભૂત રીતે અને ડ્રામા-મુક્ત લગ્ન હોવા જોઈએ, કારણ કે મારા વ્યવસાયિક જીવનમાં ડ્રામા છે એ ઘણો છે અને હું મારા અંગત જીવનમાં તે ઇચ્છતી નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે તેના લગ્નમાં મોડી રાતની કોઈ વિધિ કરવા માંગતી નથી.
એક્ટ્રેસના બ્રાઈડલ લુકને લઈને રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તાપસીએ કહ્યું હતું કે તેની હેરસ્ટાઈલ એવી હશે કે એવું નહીં લાગે કે મને તૈયાર થવા માટે કોઈની જરૂર છે. જ્યારે હું નવવધૂઓને જોઉં છું કે જેના પર મેકઅપના જાડા પડ હોય છે. તેથી મારું હૃદય તૂટી જાય છે. જ્યારે તમે તે ફોટામાં અલગ વ્યક્તિ હો ત્યારે તમારી જાતને જોવામાં તમને કેમ મજા આવે છે? આ યાદો માત્ર તે જ ક્ષણ માટે નથી, તે કાયમ માટે છે. તમે તે તસવીરો જોવા અને તમારી જાતને ઓળખવા કેમ માંગતા નથી?
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
એક અહેવાલ મુજબ, તાપસી પન્નુ અને મેથિયાસ બોના લગ્ન 23 માર્ચે ઉદયપુરમાં થયા હતા. લગ્નના સમાચાર વચ્ચે આ કપલે 25 માર્ચે પોતાના મિત્રો સાથે હોળી પણ સેલિબ્રેટ કરી હતી.