તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશનની ભાભીનો રોલ કરનારી જેનિફર મિસ્ત્રી બંસીવાલે જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને શોના નિર્માતાઓને ભીંસમાં લીધા છે અને હવે શોના નિર્માતા અસિત મોદીએ નિવેદન શેર કરીને તમામ આરોપોને ફગાવ્યા છે. જેનિફર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
અસિત મોદીએ આ ખુલાસો કર્યો હતો
શોના નિર્માતા અસિત મોદીએ સ્પષ્ટતા કરી હતી કે જેનિફરે સેટ પર ક્યારેય નિયમો કે શિસ્તનું પાલન કર્યું નથી. તેણી ગેરવર્તન કરતી હતી અને દરરોજ તેની સામે ફરિયાદો આવતી હતી. આ સાથે જ અસિત મોદીએ એમ પણ કહ્યું કે તેઓ તેમની સામે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે કારણ કે તેમણે આ બધા ખોટા આરોપો માત્ર શોને બદનામ કરવા માટે લગાવ્યા છે.
આ સમગ્ર મામલે પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતીન બજાજે પણ વાત કરી છે. તેમના કહેવા પ્રમાણે – ‘જેનિફર ટીમ સાથે દરરોજ ખરાબ વર્તન કરતી હતી. વાહનની ઝડપે પણ જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું. જેના કારણે તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કરવો પડ્યો હતો. અસિતજી તે સમયે અમેરિકામાં હોવાથી તે અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અમે પહેલાથી જ રિપોર્ટ નોંધાવી દીધો છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલે વિગતે વાત કરતાં કહ્યું કે, મને શરૂઆતથી જ આસિત મોદી કહેતા કે તું મસ્ત લાગે છે. તું શું પીવે છે. મે પણ જવાબ આપ્યો કે વ્હિસ્કી.. ત્યારબાદ તે મને વારેવારે કહેતા કે આવો આપણે વ્હિસ્કી પીવા જઈએ. 2019માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી ત્યારે 8 માર્ચે મને આસિત મોદીએ કહ્યું કે મારા રૂમમાં આવ આપણે વ્હિસ્કી પીએ. હું એની વાત સાંભળીને દંગ રહી ગઈ. ત્યારબાદ એકવાર એવું કહ્યું કે તું મસ્ત સુંદર દેખાઈ છે, એવું મન કરે છે કે પકડીને કિસ કરી લઉ.. હું આ સાંભળીને ખરેખર બેહોશ જેવી થઈ ગઈ. મે મારા કલીગ્સને આ વાત કરી તો એકે તો આસિતને ખુબ ખરીખોટી સંભળાવી અને બીજાએ મને આસિત સામે પ્રોટેક્ટ કરવાની કોશિશ કરી.
ત્યારબાદ એકવાર આસિત મોદીએ મને કહ્યું કે રાત્રે તારી રૂમ પાર્ટનર ન હોય તો આવી જા મારા રૂમમાં આપણે વ્હિસ્કી પીએ. જ્યારે હું આ બધામાં ના પાડવા લાગી તો મને શો પણ ઓછા મળવા લાગ્યા. મે જ્યારે એમની પાસે રજા લેવા કોલ કર્યો તો ત્યારે પણ એણે કહ્યું કે રડીશ નહીં, જો હું પાસે હોત તો હગ કરી લેત અને ફ્લર્ટ કરત. ત્યારબાદ મારા વકીલે મને કહ્યું કે હવે ચુપ રહેવું યોગ્ય નથી. તારે અવાજ ઉઠાવવો જોઈએ. તો વળી બીજી તરફ આસિત મોદીએ આ આરોપને એકદમ પાયા વિહોણો બતાવ્યો છે.