‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ 2008થી લઈને હજુ સુધી પ્રસારિત થનારી સિરિયલ છે. આ સિરિયલ દર્શકોનું જબરદસ્ત મનોરંજન કર્યું છે અને હજુ પણ કરી રહી છે. બીજી તરફ સિરિયલના ઘણા સ્ટાર્સે સિરિયલ છોડી દીધી છે જેમા દિશા વાકાણીનુ નામ શામેલ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં દયા બેનનો રોલ કર્યો હતો.
ટીવી સિરિયલની શરૂઆતથી જ દિશા વાકાની આ સિરિયલમા જોડાયેલી હતી. આ બાદ વર્ષ 2017માં તેણે આ સિરિયલ છોડી દીધી હતી. વર્ષ 2017થી આજ સુધી દિશા સીરિયલમાં પાછી ફરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના નિર્માતાઓ દ્વારા દિશાને સિરિયલમાં પાછી લાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે સફળ થયું ન હતું.
સીરિયલના મેકર્સે કહ્યું કે જો દિશા સીરિયલમાં પાછી નહીં ફરે તો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ નવી દયા બેન સાથે આગળ વધશે. જો કે આ બધા સમાચારો વચ્ચે આજે અમે તમને દિશા વાકાણીની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દિશા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં પ્રતિ એપિસોડ લગભગ 1.5 લાખ રૂપિયા લેતી હતી.
કહેવાય છે કે દિશાની કુલ સંપત્તિ 37 કરોડ રૂપિયાની આસપાસ છે. દિશાની નેટવર્થમાં ફિલ્મો અને ટીવી સિરિયલો તેમજ જાહેરાતોની આવકનો સમાવેશ થાય છે. જો કે હવે એ જોવાની મજા આવશે કે દિશા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘માં પાછી ફરે છે કે પછી સીરિયલમાં નવી દયા બેન જોવા મળશે.