પોતાની સ્ટનિંગ સ્ટાઇલના કારણે ભોજપુરી સિનેમાની એક્ટ્રેસ મોનાલિસા ઘણીવાર ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તે ગોવામાં વેકેશન માણી રહી છે.
મોનાલિસા તેના પતિ વિક્રાંત સિંહ સાથે ગોવામાં રજાઓ માણી રહી છે. તેણે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે અને વિક્રાંત બંને જોવા મળે છે.
આ સિવાય મોનાલિસાએ એક ગ્લેમરસ ફોટોશૂટ પણ કરાવ્યું છે, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કરી છે. તસવીરોમાં મોનાલિસાની સ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગી રહી છે.
આઉટફિટની વાત કરીએ તો મોનાલિસા બ્લુ કલરનો શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. આ ડ્રેસથી તેને વધુ સુંદર દેખાવા માટે અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે.
આજે ટામેટાંએ તોડી નાખ્યાં તમામ રેકોર્ડ, શાકભાજી મોંઘાદાટ થયા; જાણો આજનો ભાવ, મોંમા આંગળા નાખી જશો!
મોનાલિસાએ આ ફોટોશૂટ બગીચામાં કરાવ્યું છે. દર વખતની જેમ તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ જમાવી રહી છે.