Bollywood News: અજય દેવગન અભિનીત આ ફિલ્મ કોપ યુનિવર્સનો પાંચમો ભાગ છે. આ ફિલ્મમાં અજય દેવગન લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મના તમામ મુખ્ય પાત્રોનો ફર્સ્ટ લૂક પણ બહાર આવ્યો છે. અમે જે કોપ યુનિવર્સનાં પાંચમા ભાગની વાત કરી રહ્યા છે તે નામ છે ‘સિંઘમ અગેન’. ફિલ્મમાંથી અજય દેવગન લીડ રોલમાં છે. તે ફરીથી બાજીરાવ સિંઘમ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.
દીપિકા હશે મહિલા પોલીસ ઑફિસર
અક્ષય કુમાર પણ ‘સિંઘમ અગેઇન’માં વીર સૂર્યવંશીના રોલમાં જોવા મળશે. આ સિવાય દીપિકા પાદુકોણ પણ મહિલા પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. ‘સિંઘમ અગેન’ 15 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. જેમાં રણવીર સિંહની શાનદાર એન્ટ્રી થશે. તે પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવના રોલમાં જોવા મળશે. રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સમાં ટાઈગર શ્રોફ પણ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ટાઈગરના ત્રણ અલગ-અલગ લુક જોવા મળ્યા હતા. જેમાંથી એકમાં તે શર્ટલેસ જોવા મળ્યો હતો. કરીના કપૂર ખાન ‘સિંઘમ અગેન’માં અવની વજીરાવ સિંઘમનું પાત્ર ભજવશે.
અન્ય સ્ટાર્સની પણ શક્યતા…
હજુ એકવાર કમોસમી વરસાદ આવશે, આ માવઠું ખેદાનમેદાન કરશે તેવી અંબાલાલની આગાહી
રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીનો નવો આદેશ, ફાસ્ટેગ માટે કરાવો KYC, નહીં તો ચૂકવવો પડશે દંડ
તાજેતરમાં, રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી પ્રથમ સીરિઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સિરીઝ 19 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ સીરિઝને ‘કોપ યુનિવર્સ’ની સીરિઝ તરીકે વર્ણવવામાં આવી છે. જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી અલગ-અલગ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યા છે. તે પ્રમાણે માનવામાં આવી રહ્યું છે કે ‘સિંઘમ અગેઇન’માં આ ત્રણેય સ્ટાર્સનો રોલ પણ હોઈ શકે છે. આ સિવાય આ સિરીઝમાં શ્વેતા તિવારી પણ છે. જેણે એક ઈવેન્ટમાં સિંઘમ અગેઈનમાં હોવાની વાત કરી હતી.