Tiku Weds Sheru trailer: નવાઝુદ્દીન સ્ટારર ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટીવી સ્ટાર અવનીત કૌર પણ આ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ અનોખી લવ સ્ટોરી કંગના રનૌત દ્વારા નિર્મિત છે અને સાઈ કબીર શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત છે. હવે બુધવારે રિલીઝ થયેલી આ ફિલ્મનું ટ્રેલર તેના એક સીનને લઈને વિવાદોમાં ફસાઈ ગયું છે. હકીકતમાં, આ ફિલ્મમાં 49 વર્ષીય નવાઝુદ્દીન સિદ્દીકી તેના કરતા 27 વર્ષ નાની અવનીત કૌર સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બંનેના કિસિંગ સીન બતાવવામાં આવતા યુઝર્સ ચોંકી ગયા હતા.
Yeh stree ne aaj sabhi single mardo ka dil jalaya hai. #AvneetKaur pic.twitter.com/Gp9K1epYEC
— YOLO (@Happy2BAlive_) June 14, 2023
ટ્રેલર પર યુઝર્સ ગુસ્સો કાઢી રહ્યાં છે
આ ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌરની અનોખી લવસ્ટોરી બતાવવામાં આવી છે. બંને વચ્ચે રોમેન્ટિક સીન્સ પણ બતાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યૂઝર્સનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે નવાઝુદ્દીન કરતા 27 વર્ષ નાની અવનીત કૌરને લિપ-લોકિંગ પણ દેખાડવામાં આવી.
આ પણ વાંચો
કૂદરતના ખજાને શું ખોટ પડી? પરિવાર સુતો હતો અને ઘરમાં આગ ભભૂકી, 5 બાળકો સહિત 6 બળીને ખાખ થઈ ગયાં
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નવાઝને તેની ઉંમર યાદ કરાવી રહ્યા છે તો કેટલાક તેને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. નવાઝુદ્દીનના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલા તેના ટ્રેલરમાં એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, ‘આ ખૂબ જ ખોટું છે. આ શું છે. ઘણી મોટી ઉંમરના પુરૂષ કલાકારો સાથે યુવા અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં આવી રહી છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘છી.. આ છોકરી તેના પિતાની ઉંમરના અભિનેતા સાથે આમાં શું કામ કરી રહી છે.’