ભારતી સિંહની બદથી બદ્દતર હાલત! એકદમ ઇમોશનલ થઈને કહ્યું – ઘરે એક બાળક છે, પેમેન્ટ હવે 25 ટકા માંડ મળે છે, મારે પૈસાની જરુર છે…

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Entertainment news : ભારતી સિંહ (Bharti Singh) ટીવીની સૌથી સફળ કોમેડિયનમાંથી એક છે. તે વર્ષોથી કોમેડી દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહી છે. તેણે પોતાની કુશળતાના આધારે ટીવીની સાથે સાથે ફિલ્મોમાં પણ એક અલગ ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લાં થોડાં વરસોથી આ સ્ટાર કોમેડિયન પોતાની પ્રતિભા મુજબની ફી મેળવી શકી ન હતી. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે ઓછી ફી મળવા પર પોતાનું દુખ શેર કર્યું છે. ‘લાફ્ટર ક્વીન’ (Laughter Queen) કહે છે કે પહેલાંની જેમ હવે તેને અડધી ફી મળે છે.

 

એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પિંકવિલાના (Entertainment portal Pinkvilana) રિપોર્ટ અનુસાર ભારતી સિંહ (Bharti Singh) કહે છે કે, “કોરોના કાળમાં અમારા શોના બજેટ પર ઘણી અસર પડી હતી. આવું તો દરેક બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીમાં થતું હતું, પરંતુ કોઈ પણ કલાકાર પોતાની પ્રતિભા પ્રમાણે અડધી ફી લેવા માંગશે નહીં. હું અગાઉ આ શો માટે જે ફી લેતી હતી તેના 25 ટકા પણ મને નથી મળી રહી.”

 

 

તેણી ઉમેરે છે કે જો કોઈ તેને અડધી ફી ચૂકવે તો તે કામ કરી શકશે નહીં. “જો તમે મને એક શો માટે મહિનામાં 26 દિવસ આપવાનું કહો છો અને મને તેના માટે સારી ફી મળતી નથી, તો હું પણ મારા હાથ પાછા ખેંચીશ. કારણ કે હું મારા નાના બાળકને 12-12 કલાક માટે ઘરે એકલો છોડી દઈશ. તેથી મને મારા કામ માટે પૈસા ચૂકવવાની જરૂર છે. ”

 

શું ચંદ્રયાન-3 પૃથ્વી પર પાછું આવશે? 14 દિવસ પછી જ્યારે ચંદ્ર ઠંડો થશે ત્યારે વિક્રમ અને પ્રજ્ઞાન શું કરશે? અહીં બધું જ જાણો

30,000 કરોડ સ્વાહા… મુકેશ અંબાણીની કંપનીએ અણધાર્યું નુકસાન કર્યું, જાણો કેમ આટલો મસમોટો ખાડો પડ્યો??

એક દિવસના જ વધારા બાદ આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદનારા કૂદકા મારવા લાગ્યાં

 

ફી ને લઈને દર્દ છલકયું

સ્ટાર કૉમેડિયન ભારતી સિંહ આગળ કહે છે, “હું ક્યારેય એમ નથી કહેતી કે પહેલાં હું એક લાખ લેતી હતી, પરંતુ હવે પચાસ હજાર લઈ રહી છું એટલે અડધી મજાક કરીશ. હું જ્યારે સ્ટેજ પર જાઉં છું ત્યારે મને એ પણ યાદ નથી હોતું કે મને આ શો માટે કેટલો પગાર મળ્યો છે અને મારે કેટલું પર્ફોર્મ કરવાનું છે. ભારતી સિંહ ઘણા રિયાલિટી શો અને ઘણા લોકપ્રિય કોમેડી શોનો ભાગ રહી ચૂકી છે. તે ‘ધ કપિલ શર્મા શો’માં પણ જોવા મળી ચૂકી છે.

 

 


Share this Article