વિશ્વની કોઈપણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય, એ પછી હોલિવૂડ હોય, બોલિવૂડ હોય કે ઠોલીવૂડ હોય… પ્રેમ વિશે અઢળક ફિલ્મો બનતી રહી છે. દર શુક્રવારે જેટલી ફિલ્મો થિયેટરમાં લાગે છે એમાંથી કોઈને કોઈ ફિલ્મ લવ સ્ટોરી પર હોય જ છે. ત્યારે ગુજરાતી અર્બન ફિલ્મો પણ હવે એ ઢાળમાં ઢળી રહી છે. જો કે હવે 14 એપ્રિલ 2023ના રોજ જે ફિલ્મ આવવાની છે એ પણ પ્રેમ કહાણી જ છે, પરંતુ વ્હેમ નહીં પ્રેમ કોને કહેવાય એ આ ફિલ્મમાં તમને જોવા મળશે, આ ફિલ્મનું નામ એટલે કે પ્રેમ અનુબંધ.
અનુબંધનો અર્થ એ થાય કે આગળ પાછળનો સંબંધ. એટલે કે પ્રેમ કરો એટલે તમે જગ જીતી ગયા એવું ન હોય. પરંતુ પ્રેમની આગળ અને પાછળ પણ ઘણી વસ્તુઓ બનતી હોય છે. ઘણી વાસ્તવિકતા ફિલ્મમાં નથી બતાવવામાં આવતી. પરંતુ ફિલ્મ પ્રેમ અનુબંધ એ તમને વ્હેમ કરતાં પ્રેમની વાત વધારે કરશે.
સામાન્ય રીતે પ્રેમમાં બધી સારી સારી વાતો જ બતાવવામા આવતી હોય છે. અથવા તો આ ઝાલીમ દુનિયા પ્રેમની દુશ્મન છે એવી વાતો કરતી હોય છે. જો કે પ્રેમ અનુબંધ ફિલ્મમાં એવો કોઈ જ વ્હેમ નથી. માત્ર ને માત્ર હકીકતથી રૂબરુ કરાવવામાં આવ્યા છે. ત્યારે ચાહકોને પણ ખુશી છે કે આ ફિલ્મમાં કંઈ નવું જોવા મળશે અને પ્રેમની અસલી હકીકતથી પણ દર્શકો વાકેફ થશે.
સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો મેઈન એક્ટરમાં કૃતિકા દેસાઈ કે જણે હિન્દી સિરિયલોમાં અને ગુજરાતી સિરિયલોમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. કલ્પેશ રાજગોર કે જેણે પણ ગુજરાતી અને હિન્દી સિરિયલો તેમજ અનેક ફિલ્મોમાં પોતાનો ડંકો વગાડ્યો છે, અને એક્ટર પ્રકાશ ગઢવી કે જે ફિલ્મોમાં પ્રદાપર્ણ કરી રહ્યા છે. તેમણે પણ નાટકોમાં અને થયિટેરમાં કામ કર્યું છે. સાથે જ સપોર્ટિંગ રોલમાં મોરલી પટેલ અને જયેન્દ્ર મહેતા લોકોને આકર્ષવાના છે.
આ ફિલ્મમાં ડાયરેક્ટર તરીકે ઉર્વિશ પરીક્ષ છે કે જેણ આ પહેલા 3 હિટ ફિલ્મો ઈન્ડસ્ટ્રીને આપી છે. પ્રોડ્યુસર તરીતે એક્ટર પ્રકાશ ગઢવી જ ફાળો ભજવી રહ્યા છે. જીગરદાન ગઢવી અને એશ્વર્યા મજમુદાર પોતાના સુરીલા અવાજમાં દર્શકોને ઝૂમવા મજબૂર કરી દેશે, તો સાથે જ રોકી દવેનું મ્યૂઝિક પણ ધૂમ મચાવશે.
સ્ટાર કાસ્ટ સાથે થયેલી વાત અનુસાર આ ફિલ્મના શુટિંગ માટે 40 દિવસ જેટલો સમય લાગ્યો છે. તો 14 એપ્રિલ 2023ના રોજ આખા ગુજરાતમાં આ ફિલ્મ ધૂમ મચાવવા આવી રહી છે.