ઉર્વશીએ તો ભૂક્કા બોલાવી દીધી, બની ભારતની સૌથી મોંઘીદાટ અભિનેત્રી, 1 મિનિટની ફી એક કરોડ રૂપિયા, જાણો કોણે આપ્યા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Entertainment News  : બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)  તેના ગ્લેમરસ અને બોલ્ડ લુક માટે સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રભુત્વ જમાવે છે. કાન્સ ફેસ્ટિવલ 2023માં પણ ઉર્વશીએ પોતાની ફેશન માટે એવો ફલેર બતાવ્યો હતો, જેની આખી દુનિયામાં પ્રશંસા થઈ હતી.પરંતુ આ વખતે અભિનેત્રી બ્યુટી માટે નહીં પણ ત્રણ મિનિટ માટે 3 કરોડની ફી માંગીને હેડલાઈન્સનો હિસ્સો બની ગઈ છે.અહેવાલ મુજબ ઉર્વશી રૌતેલાને (Urvashi Rautela Movies) આગામી સાઉથની ફિલ્મમાં સ્પેશિયલ નંબર કરવાની ઓફર મળી છે. જેની અભિનેત્રીએ ત્રણ કરોડની માંગણી કરી છે.

 

1 મિનિટ માટે 1 કરોડ ચાર્જ કરશે!

એન્ટરટેઇનમેન્ટના રિપોર્ટસ અનુસાર, ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela Fees) સાઉથના મેગાસ્ટાર ચિરંજીવીની (Chiranjeevi) ફિલ્મ વોલ્ટાયર વીરૈયાના અભિનય માટે રૂપિયા બે કરોડની ફી લીધી હતી. અહેવાલો અનુસાર, અભિનેત્રીએ બોયપતિ શ્રીનુ-રામ પોથિનેનીની અનટાઇટલ્ડ ફિલ્મમાં આઇટમ નંબર કરવા માટે આશ્ચર્યજનક રકમની માંગ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો ઉર્વશી (Urvashi Rautela Songs) ને 3 કરોડની માંગેલી ફી મળે છે, તો તે અત્યાર સુધીની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી બની જશે. કારણ કે અત્યાર સુધી 1 કરોડ રૂપિયા કોઈ પણ એક્ટ્રેસને 1 મિનિટના પર્ફોર્મન્સ માટે આપવામાં આવ્યા નથી.

 

 

View this post on Instagram

 

A post shared by Urvashi Rautela (@urvashirautela)

 

 

શાકભાજી બાદ હવે ફળોએ લોકોનું ઢાંઢુ ભાંગી નાખ્યું, જાણો કેટલું વધી રહ્યું છે તમારા રસોડાનું બજેટ, પથારી ફરી ગઈ

ગુજરાત પર કોઈ સિસ્ટમ જ એક્ટિવ નથી, હળવો પડશે પણ હમણાં આખા રાજ્યમાં ક્યાંય ભારે વરસાદની રાહ ન જોવી

ઉર્વશી રૌતેલાનો વર્ક ફ્રન્ટ

ઉર્વશી રૌતેલાએ વર્ષ 2013માં સિંહ સાબ ધ ગ્રેટ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ઉર્વશીએ સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ વર્ષ ૨૦૧૪ માં શ્રી એરાવત ફિલ્મથી કન્નડ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. ઉર્વશી રૌતેલાએ બોલિવૂડમાં સનમ રે, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, હેટ સ્ટોરી 4, પાગલપંતી જેવી ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. તમને જણાવી દઇએ કે, અભિનેત્રીએ વર્ષ 2022માં ફિલ્મ ધ લિજેન્ડથી તમિલ ઇન્ડસ્ટ્રીમાં પણ ડેબ્યૂ કર્યું છે.

 

 


Share this Article