મુંબઈઃ બોલિવૂડની સુંદર અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે.તાજેતરમાં અભિનેત્રીને વર્લ્ડસ મોસ્ટ એલિજિબલ બેચલરેટ એવોર્ડથી નવાજવામાં આવી હતી. ઉર્વશીએ પોતે સોશિયલ મીડિયા પર તેના ફેન્સને આ ખુશખબર આપી હતી. હવે ફરી એકવાર ઉર્વશી ચર્ચામાં આવી છે. વાત જાણે એમ છે કે, ઉર્વશીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં અભિનેત્રી ખૂબ જ ચિંતિત અને પરેશાન દેખાઈ રહી છે. આ પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તે ફ્લાઈટમાં તેના બે આઈફોન મોબાઈલ ભૂલી ગઈ હતી. આ સંદર્ભમાં ઉર્વશીએ એક પોસ્ટ દ્વારા વિનંતી કરી છે કે તેના મોબાઈલ ફોન તેને જલ્દીથી જલ્દી પહોંચાડવામાં આવે.
ઉર્વશી રૌતેલા ફ્લાઈટમાં 2 આઈફોન ભૂલી ગઈ હતી
ઉર્વશીએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘પ્રિય વિસ્તારા, મેં મારા બે iPhone ફ્લાઇટ UK772માં છોડી દીધા છે, આ આજની વાત છે અને હું આ ફ્લાઈટમાં મારા માતા-પિતા સાથે છું, શું તમે તેમને યોગ્ય સ્થાને લઈ જશો, તમારી મદદની હૃદયપૂર્વક પ્રશંસા કરવામાં આવશે. . ખોવાયેલ અને મળેલ.
તમને જણાવી દઈએ કે, ઉર્વશી રૌતેલા એરપોર્ટ પર પિંક કોર્સેટ પર બ્લેક એન્ડ વ્હાઇટ કોન્ટ્રાસ્ટ પ્રિન્ટેડ સ્કર્ટમાં જોવા મળી હતી. ઉર્વશી રૌતેલા તેના એરપોર્ટ લુકમાં રાજકુમારી જેવી લાગી રહી હતી.
આ પણ વાંચોઃ
યુપીમાં ભાજપને ‘મોદી મિત્ર મુસ્લિમ’ની કેમ જરૂર છે? રાજકારણનો ‘ર’ સમજવો પણ જનતા માટે ભારી પડી ગયો
રંગીલા રાજકોટમાં ગુજરાતની ઈજ્જતના ધજાગરા, ખુલ્લામાં સરબતની જેમ દારૂની મહેફિલ, પોલીસની આબરૂ ધૂળધાણી
ઉર્વશીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની સિરીઝ ઈન્સ્પેક્ટર અવિનાશ ઓટોટી 18 મેના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં ઉર્વશીએ રણદીપ હુડ્ડાની પત્ની ઇન્સ્પેક્ટર અવિનાશની ભૂમિકા ભજવી હતી. આ એક થ્રિલર સિરીઝ છે, જેમાં ઉર્વશીના કામની પ્રશંસા કરવામાં આવી હતી.