Urvashi Rautela Phone : બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની (urvashi rautela) એક પોસ્ટ સોશિયલ મીડિયા (Social media) પર સતત વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં ઉર્વશી રૌતેલાએ જણાવ્યું હતું કે તેનો 24 કેરેટનો સોનાનો આઇફોન ખોવાઈ ગયો છે. આ ફોન બીજે ક્યાંય નહીં પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખોવાયો હતો, જ્યાં ઉર્વશી રૌતેલા ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા માણવા આવી હતી.
Bollywood actress Urvashi Rautela has claimed she lost her mobile phone at Ahmedabad's Narendra Modi stadium during the India vs Pakistan World Cup match on October 15, 2023.#UrvashiRautela #Bollywood #BollywoodActor #NarendraModiStadium #Ahmedabad #iphone #Viral #FPJ pic.twitter.com/IsRDB6r2DM
— Free Press Journal (@fpjindia) October 15, 2023
અંબાલાલની દિલમાં ધ્રાસકો પાડી નાખે એવી આગાહી, એકસાથે બે-બે વાવાઝોડાનો ભયંકર ખતરો, જાણી લો તારીખ-સમય
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
ખેલૈયાઓ ખાસ જાણી લેજો હવામાન વિભાગની નવી આગાહી, જાણો પહેલા-બીજા નોરતે ક્યાં કેટલો વરસાદ ખાબકશે!
આ પોસ્ટ સાથે ઉર્વશી રૌતેલાએ પણ લોકોને તેની મદદ કરવાની અપીલ કરી હતી. ઉર્વશી રૌતેલાએ આ ઘટનાની જાણકારી પોતાના એક્સ પર આપી છે. ઉર્વશી રૌતેલાએ અમદાવાદ પોલીસને ટેગ કરીને લખ્યું- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મારો 24 કેરેટનો આઇફોન ખોવાઇ ગયો છે. જો તમને કોઈ મળે તો કૃપા કરીને તરત જ અમારો સંપર્ક કરો.” હવે એક્ટ્રેસે આ પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર પણ શેર કરી છે.