Bollywood News: કેટલાક લોકોને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવા માટે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે છે, જ્યારે કેટલાક પોતાના નસીબ અને મહેનતથી ખૂબ જ જલ્દી સ્ટારડમ હાંસલ કરી લે છે. પરંતુ તેઓ તેને સંભાળી શકતા નથી. આજે આવી જ એક અભિનેત્રી વિશે વાત કરવી છે. જે 90ના દાયકામાં બોલિવૂડમાં ખૂબ જ ફેમસ હતી. પરંતુ આજે તેની હાલત એવી છે કે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે માત્ર 100 રૂપિયામાં કામ કરે છે.
અમે વાત કરી રહ્યા છીએ સુંદર અભિનેત્રી પૂજા ડડવાલની, જે વર્ષ 1995માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘વીરગતિ’માં જોવા મળી હતી. અભિનેત્રીની આ પહેલી ફિલ્મ હતી જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. પરંતુ આ ફિલ્મે પૂજાને રાતોરાત ફેમસ બનાવી દીધી. જોકે, પૂજા આ પ્રસિદ્ધિને વધુ સમય સુધી સંભાળી શકી નહીં અને ધીમે ધીમે તેને ફિલ્મોમાં કામ મળવાનું બંધ થઈ ગયું. આ કારણે પૂજા બોલિવૂડથી દૂર થઈ ગઈ હતી.
ત્યારબાદ ઘણા વર્ષો સુધી સ્ક્રીનથી દૂર રહ્યા બાદ પૂજા ત્યારે ચર્ચામાં આવી જ્યારે બીમારીને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટના વર્ષ 2018ની છે. રિપોર્ટ્સ અનુસાર, પૂજાના આ મુશ્કેલ સમયમાં તેના પરિવારે પણ એક્ટ્રેસને છોડી દીધી હતી. આ કારણે અભિનેત્રીએ હોસ્પિટલમાં ખૂબ જ ખરાબ સમય પસાર કર્યો હતો. જ્યારે બધાએ પૂજાને છોડી દીધી. તો સલમાન ખાન તેમના માટે મસીહા બની ગયો. અભિનેતાએ પૂજાની હોસ્પિટલનું બિલ તો ચૂકવ્યું જ હતું પરંતુ તેની ખૂબ કાળજી પણ લીધી હતી.
હોળી પહેલા આકાશમાંથી મુસીબત વરસશે! ક્યાંક આકરો તાપ તો ક્યાંક કરા રંગમાં ભંગ પાડશે, જાણો નવી આગાહી
એક જ ઝાટકે મુકેશ અંબાણીની રિલાયન્સે 81,763 કરોડ રૂપિયા ગુમાવ્યા, SBI ને પણ ધોળા દિવસે તારા દેખાયા!
જ્યારે આ ખરાબ તબક્કો જોઈને પૂજા સારી થઈ ગઈ. તેથી તેણે પોતાની જાત પર કાબૂ રાખ્યો અને ફરીથી ફિલ્મોમાં કામ શોધવાનું શરૂ કર્યું. પરંતુ લાંબા સમય સુધી કામ ન મળતાં મિત્રની સલાહ પર તેણે ટિફિન સર્વિસ શરૂ કરી અને રોજના 100 રૂપિયા કમાવા લાગી. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.