બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે તેની હોળી સેલિબ્રેશનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે વિકી સાથે સેલ્ફી લેતી જોવા મળે છે.આપણા દેશમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ જ કારણ છે કે આજે આખું બોલિવૂડ હોળીના ઉત્સાહમાં છે. દરેક વ્યક્તિ તેમની હોળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે.
આ દરમિયાન બી-ટાઉનમાં ફેન્સના ફેવરિટ કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે પણ તેમની હોળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી છે.આ તસવીરો કેટરિના કૈફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે વિકી કૌશલ અને તેના સાસરિયાઓ સાથે હોળીની ઉજવણી કરતી જોવા મળી હતી. કેટરીનાએ બે તસવીરો શેર કરી છે. જેમાં એકમાં તે વિકી સાથે પોઝ આપી રહી છે અને બીજામાં તે પરિવાર સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે.
તસવીરોમાં કેટરીના અને વિકાનો આખો ચહેરો રંગીન છે. તસ્વીરોમાં કેટરીના પીળા કુર્તામાં જોવા મળી રહી છે અને વિકીએ સફેદ શર્ટ પહેરેલ છે જે રંગોથી ભરેલો છે. આ સુંદર તસવીરો શેર કરતાં કેટરીનાએ લખ્યું, ‘હેપ્પી હોળી.’તે જ સમયે, ચાહકો કેટરિના અને વિકીની આ તસવીરો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ સેક્શન દ્વારા કપલને હોળીની શુભકામનાઓ આપી રહ્યા છે.
આકાશ અંબાણીની સાળી છે સુંદર અને સ્લાઈલિશ, હોટ તસવીરો જોઈ બોલિવૂડ અભિનેત્રીને ભૂલી જશો
મોજમાં આવીને કોઈ છોકરીને ધરાર રંગ ન લગાવતા, બાકી આવતી હોળી સુધી જેલના સળિયા પાછળ રહેવું પડશે
સત્યનારાણય મંદિરમાં મુસ્લિમ કપલના નિકાહની ચારેકોર ચર્ચા, જાણો કોણ છે નિમાયત અને રાહુલ શેખ
તેના પર કોમેન્ટ કરતા એક ફેને લખ્યું, ‘સુંદર સ્મિત.’ જ્યારે બીજાએ લખ્યું, ‘ઓએમજી..તસવીરો ખૂબ જ સુંદર છે.’ તમને જણાવી દઈએ કે આ કપલની તસવીરોને થોડી જ વારમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી છે.જણાવી દઈએ કે કેટરિના અને વિકીએ રાજસ્થાનમાં 9 ડિસેમ્બર 2021ના રોજ શાહી લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી.