વિદ્યા બાલનની નવી ફિલ્મની થઈ જાહેરાત, ફિલ્મમાં પ્રતીક ગાંધી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે

Desk Editor
By Desk Editor
Share this Article

Entertainment News: અભિનેત્રી વિદ્યા બાલનની નવી ફિલ્મ ‘દો ઔર દો પ્યાર’નો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં વિદ્યા બાલનની સાથે પ્રતિક ગાંધી, ઇલિયાના ડિક્રુઝ અને સેંધિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. પ્રોડક્શન કંપની અપ્લોઝ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું એક મોશન પોસ્ટર શેર કરવામાં આવ્યું છે અને સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

આ ફિલ્મ માર્ચ મહિનામાં રિલીઝ થવા જઇ રહી છે. પોસ્ટરમાં વિદ્યા બાલનને સેંધિલ રામમૂર્તિએ અને પ્રતીક ગાંધીને ઈલિયાનાએ ગળે લગાડેલો છે. આ પોસ્ટર સાથે પોસ્ટના કેપ્શન માં લખવામાં આવ્યું છે આ સિઝનમાં પ્રેમ તમને આશ્ચર્યચકિત કરશે, તમને ભ્રમિત કરશે, તમને બરબાદ કરશે. દો ઔર દો પ્યાર 29 માર્ચ 2024ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

 

કોણ છે નિર્દેશક?

શીર્ષા ગુહા ઠાકુરતા નિર્દેશિત ફિલ્મ દો ઔર દો પ્યારનું નિર્માણ સમીર નાયર, દીપક સહગલ, તનુજ ગર્ગ, અતુલ કસ્બેકર અને સ્વાતિ અય્યર ચાવલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની પટકથા સુપ્રોતિમ સેનગુપ્તા અને ઈશા ચોપડાએ વિકસિત કરી છે.

BIG BREAKING: 22 જાન્યુઆરી માટે રાજ્ય સરકારનું મોટું એલાન, ભૂપેન્દ્ર પટેલે તમામ સરકારી કાર્યાલાયમાં રજા કરી જાહેર

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

વિદ્યા બાલન આ પહેલા ફિલ્મ ‘નિયત’માં જોવા મળી હતી. જો કે, આ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહીં. ‘નિયત’ પહેલા વિદ્યા બાલન સેફાલી શાહ સાથે જલસામાં જોવા મળી હતી. આ ફિલ્મથી ઇલિયાના ડિક્રુઝ ઘણા સમય પછી સ્ક્રીન પર વાપસી કરી રહી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી મુખ્ય ભુમિકામાં જોવા મળશે. પ્રતીક ગાંધી થિયેટર કલાકાર છે તેણે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને છેલ્લે તે સ્કેમ 1992 વેબ સીરીઝમાં જોવા મળ્યો હતો.


Share this Article