દેશભરમા પઈને વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ગુજરાતના અમદાવાદમાં પઠાણ મૂવીને લઈ હવે વિરોધ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. શહેરના વસ્ત્રાપુરમા આવેલા આલ્ફા વન મોલ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આ ફિલ્મનો વિરોધ કર્યો છે. આ દરમિયાન તેઓએ પઠાણ ફિલ્મના હિરો શાહરૂખ સહિત કેટલાક અભિનેતાઓની તસવીરોને તોડફોડ કરી અને ફિલ્મ રિલિઝ થશે તો ઉગ્ર વિરોધની ચીમકી આપી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે ચારેતરફ વાયરલ થયો છે.
ગુજરાતમાં ફિલ્મના વિરોધના ઉગ્રના પડઘા
આ બાદ વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં આ સિવાય ફિલ્મના વિરોધના ઉગ્રના પડઘા લોકગાયક રાજભા ગઢવી દ્વારા પણ કરાયા છે. તેમણે કહ્યુ હતું કે ગીતમાં ભગવા કપડા પહેરી અશ્લિલ ડાન્સ કરાયો છે. ફિલ્મ પર સેન્સર બોર્ડ પગલા લે. પઠાણ ફિલ્મ રિલીઝ ન થવું જોઈએ. અમે ફિલ્મ અને ગીતને રિલીઝ નહીં થવા દઈએ.’ આ સાથે જૂનાગઢ ગીરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતી બાપુએ પણ પઠાણ ફિલ્મમાથી આવા દ્રશ્યો હટાવવાની માંગ કરતા ફિલ્મનો વિરોધ કર્યો.
દીપિકા પાદુકોણે પહેરેલા કપડાંનો વિરોધ
બજરંગ દળના પ્રમુખ જ્વલિત મહેતા કહે છે, ‘અમે દીપિકા પાદુકોણે પહેરેલા કપડાંનો વિરોધ કરીએ છીએ. ફિલ્મ ‘પઠાણ’ લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. એટલા માટે અમે આ ફિલ્મને રિલીઝ નહીં થવા દઈએ. 12 ડિસેમ્બરે ફિલ્મ ‘પઠાણ’નું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું હતું. આ ગીતમાં દીપિકા પાદુકોણની ‘કેસર બિકીની’ને લઈને વિવાદ ઊભો થયો છે. ઘણી સંસ્થાઓ કહે છે કે ‘ભગવો’ રંગ આસ્થાનું પ્રતિક છે. દીપિકા પાદુકોણે ‘કેસરી બિકીની’ પહેરીને આસ્થાનું અપમાન કર્યું છે.
આ કરણે થઈ રહ્યો છે પઠાણનો વિરોધ
‘બેશરમ રંગ’ રિલીઝ થયા બાદથી ‘પઠાણ’ને લઈને ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જોકે, તાજેતરમાં સેન્સર બોર્ડે ફિલ્મ ‘પઠાણ’માં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. ‘પઠાણ’ વિશે સીબીએફસીના ચેરપર્સન પ્રસૂન જોશીએ કહ્યું કે સેન્સર બોર્ડ હંમેશા સર્જનાત્મકતા અને દર્શકોની સંવેદનશીલતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરે છે. એટલા માટે ‘પઠાણ’માં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે. અત્યાર સુધી ઘણા લોકોએ ‘બેશરમ રંગ’ વિશે ઘણું બધું કહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે મેકર્સ કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.
હજુ સુધી સામે નથી આવ્યુ મેકર્સનુ કોઈ નિવેદન
શાહરૂખ ખાન સતત પોતાની સ્ટાઈલમાં ‘પઠાણ’ને પ્રમોટ કરે છે. રિલીઝ પહેલા જ ફિલ્મના ગીતોને કારણે વિવાદમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. તમામ વિવાદો છતાં ‘બેશરમ રંગ’એ માત્ર 10 દિવસમાં 100 મિલિયન વ્યુઝ હાંસલ કર્યા છે.
‘પઠાણ’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાને બુધવારે #AskSRK સેશનનું પણ આયોજન કર્યું હતું જેમાં તેણે ચાહકોના દરેક સવાલના ફની જવાબો આપ્યા હતા. ‘પઠાણ’ના ગીતોને વિવાદનો ફાયદો મળ્યો છે. હવે જોઈએ કે ફિલ્મ શું અજાયબી કરે છે.