‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) ફેમ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. વિવેક અવારનવાર દેશ-વિદેશના મુદ્દાઓ પર પોતાનો દૃષ્ટિકોણ રાખે છે, આવી સ્થિતિમાં ક્યારેક તેને સોશિયલ મીડિયા યુઝર્સનો સપોર્ટ મળે છે તો ક્યારેક તે ટ્રોલ પણ થાય છે. તાજેતરમાં, તેણે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણના ગીત બેશરમ રંગ (Besharam Rang) વિશેનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેણે પઠાણના નિર્માતાઓ પર ‘અશ્લીલતા’ અને ‘મહિલાઓની ગરિમા સાથે રમવાનો’ આરોપ લગાવ્યો હતો. જો કે, તેમના ટ્વિટ પર, સોશિયલ મીડિયા યુઝર્સે તેમની પુત્રી મલ્લિકા અગ્નિહોત્રી (Mallika Agnihotri)ના ‘કેસરી બિકીની’ ફોટા શેર કરીને તેમને ટ્રોલ કર્યા.
બન્યું એવું કે વિવેક અગ્નિહોત્રી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોના બે ભાગ હતા. ઉપરના ભાગમાં પઠાણનું બેશરમ રંગ ગીત વાગી રહ્યું હતું, જેના પર કેસરી બિકીનીને લઈને ઘણો વિવાદ ચાલી રહ્યો છે અને ઘણા લોકોનું કહેવું છે કે આ ગીત દ્વારા અશ્લીલતા પીરસવામાં આવી રહી છે. તે જ સમયે, વીડિયોના નીચેના ભાગમાં એક કિશોરી પોતાની વાત કહી રહી છે. આ છોકરી મહિલાઓના સન્માનના મુદ્દા પર કન્ટેન્ટ પર સવાલ ઉઠાવી રહી છે. આ વીડિયોને શેર કરતાં વિવેકે લખ્યું- ‘ચેતવણી- #PnV વીડિયો બોલિવૂડ વિરુદ્ધ. જો તમે બિનસાંપ્રદાયિક હો તો તેને જોશો નહીં.
થોડી જ વારમાં વિવેકનું આ ટ્વિટ વાયરલ થઈ ગયું છે અને તેના પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ કેટલાક લોકોએ વિવેકને સપોર્ટ કર્યો તો બીજી તરફ ઘણા લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. આવી સ્થિતિમાં, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં વિવેક અગ્નિહોત્રીની પુત્રી મલ્લિકા અગ્નિહોત્રીના ફોટા શેર કરવાનું શરૂ કર્યું, જેમાં તે ભગવા રંગની બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ ફોટાની સાથે સોશિયલ મીડિયા યુઝર્સે અલગ અલગ કેપ્શન લખીને વિવેકને સલાહ આપી હતી.
વાસ્તવમાં, પઠાણના ગીત બશરામ રંગના બહિષ્કારનું મુખ્ય કારણ દીપિકા પાદુકોણનો ભગવો ડ્રેસ અને ગીતમાં શાહરૂખ ખાનનો ગ્રીન શર્ટ છે. ઓરેન્જ અને ગ્રીનને ધર્મો સાથે જોડીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે દીપિકાના સેક્સી કપડાં અને હાવભાવથી હિંદુઓને નગ્ન બતાવવામાં આવી રહ્યા છે, જ્યારે ગ્રીન શર્ટમાં શાહરૂખને એવી વ્યક્તિ બતાવે છે જે આવી છોકરીઓનો ઉપયોગ કરે છે. તે જ સમયે, દીપિકા અને શાહરૂખના હાથના ઇશારા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, જ્યાં તેઓ સલામ કરતા જોવા મળે છે. આ સિવાય શાહરૂખ અને દીપકાના જૂના મુદ્દાઓ પર પણ ટ્વીટ થઈ રહી છે, જેમાં દીપિકાનો જેએનયુ વિવાદ પણ સામેલ છે.