બોલીવુડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાની ખુબસુરત અને ગ્લેમરસ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તેની ફોટોને ખુબ પસંદ કરવામાં આવે છે. હવે મૌનીની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવે છે, જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. મૌની રોયે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક નવી તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે.
તેની આ તસવીરો ગોવા વેકેશનની છે, જ્યાં તે મિત્રો સાથે ન્યૂ યરની ઉજવણી કરવા ગઈ હતી. ફોટોમાં મૌની રોય નેક બિકિની ટોપ અને થાઈ હાઈ સ્લિટ સ્કર્ટમાં જાેવા મળી રહી છે. આ ડ્રેસમાં તેણે પોતાના બાળ ખુલ્લા રાખ્યા છે, જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યાં છે. મૌની રોયે અલગ-અલગ પોઝમાં ફોટો ક્લિક કરાવ્યા છે અને તનો બોલ્ડ અંદાજ જાેવા લાયક છે.
આ બોલ્ડ ડ્રેસમાં મૌની રોયે પોતાના ટોન્ડ ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કર્યું છે, જેને જાેઈને ફેન્સની નજર ટકી ગઈ છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો મૌની રોય ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જાેવા મળશે. ફિલ્મમાં તેનો નેગેટિવ અવતાર જાેવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.