3000 કરોડના માલિક અમિતાભનો અસલી વારસદાર કોણ? કેવી રીતે ભાગલા પડશે? બિગ બીએ પોતે કરી મોટી જાહેરાત!

Lok Patrika
By Lok Patrika
Share this Article

Bollywood News: બોલિવૂડના શહેનશાહ એટલે કે અમિતાભ બચ્ચન પાસે કરોડોની સંપત્તિ છે. તાજેતરમાં જ તેણે તેનો જુહુ પ્રતિક્ષા બંગલો તેની પુત્રી શ્વેતાને ભેટમાં આપ્યો હતો. 1564 ચોરસ મીટર વિસ્તારમાં બનેલા આ બંગલાની કિંમત હાલમાં 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

એક રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચન પાસે 3,190 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એકલા તેમના આલીશાન બંગલા જલસાની કિંમત 112 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે જનક અને વત્સ જેવા બંગલા પણ છે. Bentley Continental GT, Range Rover Autobiography, Rolls Royce Phantom, Lexus LX570 અને Audi A8L જેવા વૈભવી વાહનો ઉપરાંત, બિગ બી પાસે એક ખાનગી જેટ પણ છે જેની કિંમત આશરે રૂ. 260 કરોડ છે.

અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચનની મિલકતનો વારસદાર કોણ?

બિગ બી પાસે આટલી પ્રોપર્ટી અને શ્વેતા બચ્ચનને 50 કરોડનો બંગલો ગિફ્ટ કર્યા બાદ હવે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે અમિતાભ બચ્ચન પાસે હવે જે કંઈ પણ હશે, તે બધું તેમના પુત્ર અભિષેક બચ્ચનનું હશે? તો અમે તમને જણાવી દઈએ કે આવું બિલકુલ થવાનું નથી અને આ વાતની પુષ્ટિ ખુદ અમિતાભ બચ્ચને કરી છે. પોતાના રિયાલિટી શો KBCમાં અમિતાભ બચ્ચને સ્પષ્ટ કહ્યું હતું કે અભિષેક બચ્ચનને તેમની આખી પ્રોપર્ટી નહીં મળે.

ભાજપ, કોંગ્રેસ, રાજનેતા, અભિનેતા, ક્રિકેટર…. બધા જ ખુશખુશાલ, 41 મજૂરોનો જીવ બચ્યા બાદ સૌએ રાજીપો વ્યક્ત કર્યો!

મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??

12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે

બિગ બીની સંપત્તિ પુત્ર અને પુત્રીને સરખી રીતે વહેંચવામાં આવશે

અમિતાભ બચ્ચને પોતાની પ્રોપર્ટી અંગેની તમામ અટકળોને ઘણા સમય પહેલા જ ફગાવી દીધી હતી. એક શો દરમિયાન બિગ બીએ કહ્યું હતું કે, ‘જ્યારે આપણે નહીં રહીએ તો આપણી પાસે જે કંઈ પણ છે તે આપણા બાળકોનું હશે. મારે એક પુત્ર અને એક પુત્રી છે. તે બંને વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. મતલબ કે તે સ્પષ્ટ છે કે અમિતાભ બચ્ચનની તમામ મિલકતો પર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનનો સમાન અધિકાર રહેશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly