ફેમસ કોમેડિયન ભારતી સિંહ થોડા સમય પહેલા જ માતા બની છે. ભારતી અને હર્ષ લિંબાચિયા એક દીકરાના માતા-પિતા બન્યા છે. અત્યારે તેઓ તેને ગોલા કહીને બોલાવે છે. આ તેનું હુલામણું નામ છે. ભારતી ડિલિવરીના ૧૨ દિવસ પછી શૂટ પર પાછી ફરી છે અને તેણે કામ શરુ કરી દીધુ છે. ભારતી યૂટ્યુબ ચેનલ પર પણ ઘણી સક્રિય છે. તે પોતાના નવા-નવા વીડિયો શેર કરતી રહી છે. તાજેતરમાં જ તેણે દીકરા ગોલા સાથે એક નવો વીડિયો શેર કર્યો છે.
તેણે જણાવ્યું કે બાળકના જન્મ થયા પછી તેઓ પહેલીવાર તેને ડોક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયા હતા. દીકરો સંપૂર્ણપણે સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે કે ભારતી સિંહે અત્યાર સુધી પોતાના દીકરાની ઝલક નથી બતાવી. તેણે નવા વીડિયોમાં આ બાબતનો ઉલ્લેખ પણ કર્યો છે. ભારતી સિંહે જણાવ્યું કે તે દીકરાનો ચહેરો ફેન્સને બતાવવા માટે તરસી રહી છે,પરંતુ તેણે હજી ૪૦ દિવસ સુધી રાહ જાેવી પડશે.
ભારતીએ પોતાના વ્લોગમાં જણાવ્યું કે તે અને હર્ષ ઘણાં ખુશ છે. ભારતીએ વ્લોગમાં જણાવ્યું કે જીવનમાં ગોલાના આવ્યા પછી ખુશીની લહેર આવી ગઈ છે. ભારતીએ હજી દીકરી મેળવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતીએ વ્લોગના અંતમાં જણાવ્યું કે, હું ઈચ્છુ છું કે તમને ગોલાની ઝલક બતાવુ. મારું બસ ચાલે તો જન્મ થયો ત્યારે જ તેની તસવીર શેર કરતી. પરંતુ મારે ૪૦ દિવસ રાહ જાેવી પડશે. અમારી મમ્મીઓનું કહેવું છે કે ૪૦ દિવસ સુધી બાળકનો ચહેરો જાહેર ન કરવો જાેઈએ.
હવે અમુકવાર મોટા લોકોની વાત માની લેવી જાેઈએ. કદાચ કોઈ કારણ છુપાયેલુ હોઈ શકે. બની શકે કે આવતા વ્લોગમાં હું તમને ગોલાનો ચહેરો બતાવી દઉ. હું ગોલા વિશે ઘણી વાતો કરવા માંગુ છુ પરંતુ આવતા વીડિયોમાં કહીશ. ઉલ્લેખનીય છે કે, ભારતી સિંહ અને પતિ હર્ષ લિંબાચિયા ૩ એપ્રિલે દીકરાના પેરેન્ટ્સ બન્યા હતા. ૨૦૧૭માં લગ્ન કરનારા ભારતી અને હર્ષનું આ પહેલું સંતાન છે.