શુક્રવારે રણવીર સિંહની બોલ્ડ તસવીરોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો હતો. જ્યારથી આ ફોટા સામે આવ્યા છે યુઝર્સ રણવીર સિંહની પત્ની એટલે કે દીપિકા પાદુકોણની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
હવે ચાહકોની રાહ આખરે પૂરી થઈ છે કારણ કે અભિનેત્રીએ તેના પતિના તાજેતરના ફોટોશૂટ પર પ્રતિક્રિયા આપી છે.
દીપિકા પાદુકોણ શૂટિંગના પ્લાનિંગના સમયથી રણવીર સિંહના સંપર્કમાં હતી.
દીપિકાને ફોટોશૂટનો કોન્સેપ્ટ ગમ્યો અને મેગેઝીને આ તસવીરો ઈન્ટરનેટ પર અપલોડ કરતા પહેલા દીપિકાને બતાવી હતી.”