ગુજરાત બજેટ 2024: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું ગુજરાત વિધાનસભા ગૃહમાં સંબોધન, આવતીકાલે રજૂ થશે

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: આજે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકાનું વચગાળાનું બજેટ રજૂ કરશે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થશે. આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો. આજે બપોર 12 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળી હતી. બજેટ સત્રનો પ્રારંભ રાજ્યના બંધારણીય વડા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઠરાવ અને ઉલ્લેખ રજૂ કર્યા હતા.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજ સુધીમાં ૧૫ હપ્તામાં કુલ રૂપિયા ૧૫,૪૦૭.૮૨ કરોડની રકમ ૬૪.૧૩ લાખ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામાં આવી છે. ખેડૂતોને બાગાયતી પાકો માટે અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવાના હેતુથી રાજ્યમાં અમદાવાદ, જામનગર અને ખેડામાં તથા નર્મદા, પંચમહાલ અને અરવલ્લીમાં નવા સેન્ટર ઓફ એક્સલન્સ નિર્માણ પામી રહ્યા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર અને કાંકરેજ તાલુકાઓના ગામોને બે નવી પાઈપલાઇન યોજનાઓની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી ૧૫,૦૦૦ હેક્ટર કરતાં વધુ વિસ્તારને સિંચાઈનો લાભ થશે. સરદાર સરોવર નર્મદા યોજનાની વડોદરા, મિયાગામ, સૌરાષ્ટ્ર અને કચ્છ શાખા નહેર ઉપર જુદી જુદી જગ્યાએ લઘુ વીજમથકોના બાંધકામની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ વીજ મથકોથી ૮૫.૪૬ મેગાવૉટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં સરેરાશ માથાદીઠ વીજ વપરાશ ૨૨૮૩ યુનિટ હતો, જે વર્ષ ૨૦૨૨-૨૩ માં ૨૪૦૨.૪૯ યુનિટ થયો છે. કોઈપણ રાજ્યના સામાજિક અને આર્થિક વિકાસ માટે વીજળી એક મુખ્ય જરૂરી માપદંડ છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે.

ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનમાં વૈશ્વિક લીડર તરીકે ઉભરી આવવા માટે સક્ષમ અને તૈયાર છે. તાજેતરમાં ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે પાવર સપ્લાય કરવા રાજ્ય સરકારે આર.ઈ. પ્રોજેક્ટસના વિકાસ માટે જમીન નીતિ-૨૦૨૩ જાહેર કરી છે અને વિકાસકર્તાઓને ફાળવણી માટે બે લાખ હેક્ટર જેટલી જમીન નિર્ધારિત કરી છે. પરિણામે લગભગ ૪૦ લાખ વાર્ષિક મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન ક્ષમતા હાંસલ થશે.

વૈશ્વિક કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે વિકસી રહેલા ગિફ્ટ સિટીમાંથી થતી નિકાસ જે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂપિયા ૩,૪૦૨ કરોડ હતી તે વર્ષ ૨૦૨૨-૨૩ માં વધીને રૂપિયા ૧૨,૩૨૫ કરોડ અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં રૂપિયા ૧૯,૩૧૭.૧૯ કરોડ થઈ છે. મત્સ્યોધ્યોગ પ્રવૃત્તિ ને વેગ આપવા માટે રૂપિયા ૧૩૦૦ કરોડના ખર્ચે વેરાવળ, માઢવાડ અને સુત્રાપાડામાં મત્સ્ય બંદરો વિકસાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે જિલ્લામાં પેન્શનરોની સંખ્યા વધુ છે એવા જિલ્લાઓમાં પેન્શનરોને હાલાકી ન પડે તે માટે પેન્શન ચૂકવવાના કચેરી અલગ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં અલગ પેન્શન ચૂકવવાના કચેરી શરૂ કરવામાં આવી છે.

કેન્દ્રીય બજેટ 2024: અર્થતંત્રમાં મોટો બદલાવ આવ્યો, ભારતે 2014ના પડકારોને પાર કર્યા – નાણામંત્રી નિર્ણલા સીતારમણ

Photos: જાંબલી, પીળો, કેસરી, લાલ પછી વાદળી કલરની સાડીમાં નાણામંત્રી કરે છે બજેટ રજૂ, જાણો આ પાછળ શું કારણ હશે?

રેલવેમાં ત્રણ નવા આર્થિક કોરિડોર બનાવવામાં આવશે, 40 હજાર સામાન્ય બોગીઓને વંદે ભારત સ્ટાન્ડર્ડમાં ફેરવવામાં આવશે

વડોદરા, આણંદ, જામનગર, ભરૂચ અને વ્યારામાં કાર્યરત સરકારી ગ્રંથાલયોને ‘સ્માર્ટ ગ્રંથાલય’ તરીકે વિકસાવવાની કામગીરી અને રાજ્ય મધ્યસ્થ ગ્રંથાલય, ગાંધીનગરના આધુનિકરણની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્ય સરકારના ઘાસ સુધારણા કાર્યક્રમથી ઘાસ ઉત્પાદનમાં અકલ્પનીય સિદ્ધિ મળી છે. છેલ્લા દસ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં ૩.૫૩ ઘણી વૃદ્ધિ હાંસલ થઈ છે.


Share this Article