Breaking News: ગાંધીનગરમાં આવકવેરા વિભાગના એકસાથે 27 સ્થળો પર દરોડા, તપાસમાં 100થી વધુ અધિકારીઓ જોડાયા

Desk Editor
By Desk Editor
Share this Article

Gandhinagar News: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગાંધીનગરમાં બિલ્ડર ગ્રૂપ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. એકસાથે 27 જેટલા સ્થળે આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી કરી છે. અને તપાસમાં ઇન્કમટેક્સના 100થી વધુ અધિકારીઓ જોડાયા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રિયલ એસ્ટેટ બિલ્ડર અને કન્સ્ટ્રક્શન કંપની PSY ગ્રૂપ પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ આવકવેરા વિભાગના અધિકારીઓ ઓફિસો અને નિવાસ્થાને તપાસ કરી રહ્યા છે. તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના છે.

ગુજરાતમાં અગાઉ પણ અનેક બિલ્ડરો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે ત્યારે આજે ગાંધીનગરમાં પીએસવાય બિલ્ડર ગ્રૂપ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વહેલી સવારથી જ આ દરોડાની કાર્યવાહી શરુ કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ વિનાયક ગ્રુપ ઉપર ઈન્કમટેક્ષ ત્રાટકી હતી. એ વખતે પણ બેનામી હિસાબો મળી આવ્યા હતા.

અમદાવાદથી અયોધ્યાની પ્રથમ આસ્થા સ્પેશ્યલ ટ્રેન થઈ રવાના, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન

IND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લઈને આવ્યું મોટું અપડેટ, જાડેજા-રાહુલ કરી શકે છે કમબેક

અંબાલાલ પટેલની ઘાતક આગાહી, ગુજરાતમાં એકસાથે બેથી વધારે ઋતુનો થશે અનુભવ, ઉનાળાના એંધાણ પણ મંડાયા!

ગાંધીનગરના સેક્ટર 8 અને સેક્ટર 21 સહિતના 27 જેટલા સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા પડતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પીએસવાય સૌથી મોટું બિલ્ડર ગ્રૂપ છે જેના પર આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે.


Share this Article