ગુજરાત પ્રથમ વખત ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન, વિધાનસભાગૃહનું 1,300થી વધુ દિકરીઓ કરશે સંચાલન, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: દેશની દિકરીઓ પોતાના અધિકારો પ્રત્યે વધુ જાગૃત થાય તે આશયથી પ્રતિ વર્ષ તા. 24 જાન્યુઆરીને સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસને વધુ ખાસ અને યાદગાર બનાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, ગુજરાત વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે “રાષ્ટ્રીય બાલિકા દિવસ’ નિમિત્તે વિધાનસભાગૃહ ખાતે 24 જાન્યુઆરીએ ‘તેજસ્વિની વિધાનસભા’નું આયોજન કરવામાં આવ્યું છે.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુ બાબરીયાએ તેજસ્વિની વિધાનસભા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર તેજસ્વિની વિધાનસભાનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે.

ગુજરાતમાં પ્રથમ વખત 24 જાન્યુઆરીએ 1 કલાક ગુજરાત વિધાનસભાનું સમગ્ર સંચાલન દિકરીઓ દ્વારા કરવામાં આવશે. પ્રજાતાંત્રિક મુલ્યો અંગે મહિલાઓની ભાગીદારી વધે અને તેમનામાં જાગૃતતા આવે તેવા હેતુસર બાલિકાઓ ધારાસભ્યોની જેમ આ વિધાનસભા ગૃહનું સંચાલન કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગુજરાતની 1,300થી વધુ દિકરીઓ સહભાગી થશે.

Big Breaking: વડોદરા હરણી ઘટના મામલે કોઈ પણ એડવોકેટ આરોપીનો કેસ નહીં લડે, વકીલ મંડળનો મોટો નિર્ણય

આખરે કોણ છે મોતના સોદાગર? વડોદરામાં રુપિયાની તિજોરી ભરવા માટે 30 બાળકોને મોતના મુખમાં ધકેલ્યા….

ગુજરાતમાં મોતનો માતમ… હોસ્પિટલમાં માતા-પિતા આખી રાત બાળકના મૃતદેહ પાસે રડતાં રહ્યા, ક્યારે મળશે આ બાળકોને ન્યાય??

આ દિવસે તેજસ્વિની વિધાનસભા ઉપરાંત જિલ્લા સ્તરે બાલિકા પંચાયત યોજાશે જેમાં દિકરીઓ સામાન્ય સભામાં ભાગ લેશે. આજ રીતે કોર્પોરેશનમાં જનરલ બોર્ડનું સંચાલન પણ દિકરીઓ દ્વારા કરવામાં આવશે.


Share this Article