Gujarat News: ગઈકાલથી એક મુદ્દો આખા રાજ્યમાં ચર્ચામાં આવી ગયો છે. ગાંધીનગર શહેરની ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ધરખમ ફેરફાર કરાયો છે. ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે એક ખુબ મોટું નિવેદન આપીને ફરીથી ચર્ચા જગાવી છે.
મંત્રીએ રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે એવી વાત કરી છે અને મોટું નિવેદન આપ્યું છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે પોતાની વાત કરતાં જણાવ્યુ છે કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૂરીયાતો સચવાય જાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે બીજા દેશ અને રાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય તેના માટે સરકારે આ નિર્ણય કર્યો છે. સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે કે દારુ બંધીમાં છૂટ આપવામાં આવે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
આગળ વાત કરતાં રાઘવજીએ વાત કરી કે અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે પણ સરકાર 100 ટકા વિચારણા કરશે. જો કે અહીં જોવા અને જાણવા જેવી વાત એ છે કે રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે, ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ્સ, રેસ્ટોરાં કે ક્લબે પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે એફ.એલ.3 પરવાના મેળવવાના રહેશે. વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનાર એકમ દારૂ પીવડાવી શકશે પરંતુ તેનું વેચાણ નહીં કરી શકે એ સ્પષ્ટતા કરવામાં આવી છે.