Gujarat News: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેકટ અમલીકરણ માટે ગાંધાનગર ખાતે હંગામી ધોરણે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક યુનિટની સ્થાપના કરવાની છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ અને હેલ્પ ડેસ્ક માટે વિષય નિષ્ણાંતની 4 જગ્યા માટે કરાર આધારિત ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
લાયકાત ધરાવતા અરજી કરવા ઈચ્છુક ઉમેદવારે www.dag.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી અરજીનો નમુનો ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી PDF ફોર્મેટમાં [email protected] ઉપર તા. 20/01/2024 સુધીમાં મોકલી આપવાની રહેશે તેમ નાયબ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, આ 4 જગ્યાઓ કરાર આધારીત હશે જેનો માસિક પગાર રૂ. 45,000 રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અરજી સાથે ઉમેદવારે ડોક્યુમેટ્સ કે આધારો રજુ કરવાના રહેશે નહી. આ 4 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ અરજી સંબધિત માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાતની, અરજી પત્રકનો નમુનો જેવી તમામ વિગતો www.dag gujarat.gov.in વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે તેમ વધુમાં જણાવાયું છે.