ગુજરાતના ધારાસભ્યોને ખરેખર એક સેલેબ્રિટી કરતાં પણ વધારે સુવિધા મળે છે એવું કહીએ તો ખોટું ન પડે. વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો દર મહિને રૂ. 1.16 લાખ પગાર મળે છે. દિલ્હી સરકાર દ્વારા ધારાસભ્યોના પગારા વધારાને મંજૂરી પણ આપવામાં આવી છે. હવે દર મહિને દિલ્હીના ધારાસભ્યોને રૂ. 90 હજાર પગાર મળશે. ગુજરાતમાં ધારાસભ્યોને પગાર સિવાય મેડિકલ, મુસાફરીની અલગથી સુવિધાઓ મળે છે.
જો કઈ રીતે વધ્યો એના વિશે વાત કરવામાં આવે તો 2018માં ધારાસભ્યોનો પગાર રૂ. 70727માંથી વધારી રૂ. 116316 કરવામાં આવ્યો હતો. સીધો જ 40 ટકાનો વધારો ધારાસભ્યોના પગારમાં કરાયો હતો. મંત્રીઓનો પગાર અગાઉ રૂ. 87 હજાર હતો જેમાં વધારો કરીને રૂ. 1.32 લાખ કરાયો હતો. દર મહિને રૂ. 1.16 લાખ પગાર મુજબ દર મહિને રૂ. 2.12 કરોડ અને વર્ષે 25 કરોડથી વધારે ધારાસભ્યોના પગારમાં ખર્ચ થાય છે.
સાથે જ વાત કરીએ તો સરકારમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી જેટલો બેઝિક પગાર, રોજના માત્ર રૂ. 1.25ના ભાડે સરકારી ક્વાર્ટર્સ, ટેલિફોન માટે મહિને રૂ. 7,000, પરિવાર સાથે મફત મુસાફરી અને પરિવાર સાથે મફત આરોગ્ય સેવાઓ. આ બધી સગવડો પ્રજાના પ્રતિનિધિઓને મળે છે. જો બીજી વાત કરીએ તો ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટે ક્વાર્ટર્સની સુવિધા પણ આપવામાં આવે છે. જેનું રોજનું ભાડું માત્ર રૂ. 1.25 છે.
મકાનમાં સુવિધા પણ એવી આપવામાં આવે કે 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રીજ, ટીવી સહિતની વસ્તુઓ હાજર હોય છે. સાથે જ મકાનનું લાઈટબીલ પણ સરકાર ભરે છે. એમએલએ ક્વાર્ટર્સમાં કેન્ટિન પણ આવેલી છે, જ્યાં 85 રૂપિયામાં દાળ-ભાત, શાક-રોટલી, છાશ, પાપડ, સલાડ સહિતનું ફુલ ભાણુ મળે છે.
ફરવા માટે પણ મળે છે કંઈક આવી સુવિધા
ટ્રેન દ્વારા રાજ્યમાં પરિવાર સાથે મફત મુસાફરી
પરિવાર સાથે એસ.ટી. બસમાં મફત મુસાફરી
જ્યારે પરિવાર સાથે હોય તો 20 હજાર કિમી મુસાફરી
ટ્રેન દ્વારા વર્ષમાં એકલા હોય 10 હજાર કિમી પ્રવાસ
વર્ષમાં ત્રણ વખત પરિવાર સાથે હવાઇ પ્રવાસની