બનાસકાંઠા જિલ્લામાં ૧૦ હજાર પશુઓને રસ્તા પર છોડવામા આવ્યા છે. આ મામલે બનાસકાંઠા ગૌભક્તોએ આવેદનપત્ર આપ્યુ હતુ કે જો 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં તેઓ છીડી દેશે. હવે સરકારે આ મામલે કોઈ નિર્ણય ન લેતા ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકી છે. માહિતી મુજબ એક તરફ સરકાર દ્વારા 500 કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે પણ બીજી તરફ હજુ સુધીમા એક પણ રૂપિયો તેમના સુધી પહોંચયો નથી.
આટલી બધી ગાયો છોડી મુકવાને કારણે હાઇવે પર ટ્રાફિકજામ થયો છે. આ સાથે અ મામલે ગૌ શાળા સંચાલકોએ વિરોધના ભાગરૂપે ગાયો છોડતા પાંજરાપોળના સંચાલકોની પોલીસે અટકાયત કરી છે. આ અંગે જાણ થતા ડીસા DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંછી આવ્યો હતો. આ સિવાય માલગઢ પાસે સંચાલકોએ રાધનપુર હાઈ-વે રોકવાનો પ્રયાસ કર્યો હોવાના પણ સમાચાર છે. બીજી તરફ સુરભી પાંજરાપોળની 700 ગાયો રોડ પર છોડાતા હવે અહી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આ વિશે વિગતે વાત કરીએ તો વર્ષ ૨૦૨૨-૨૩નાં બજેટમાં ગુજરાત સરકાર દ્વારા ગૌ માતા પોષણ યોજનાની જાહેરાત કરી પણ ગાયોના નામે રાજનીતિ થઈ ગઈ અને કોઈ જ સહાય ચૂકવવામા આવી નથી.બીજી તરફ પાંજરાપોળામા આવતા દાનની રકમ પણ ઘટી ગઈ છે જેને લઇ ગૌ શાળાઓની હાલત કફોડી બની છે. આ સિવાય લમ્પી વાયરસને કારણે પણ ગૌ શાળા પાંજરાપોળોનો ખર્ચ બમણો થયો છે જેથી સહાય ન મળતા ગૌશાળા અને પાંજરાપોળોને પોતાના પશુઓ છોડવાનુ આ પગલુ ભર્યુ છે.