ઉનાળો નજીક આવતા પાણીના સમસ્યાઓ સામે આવવા લાગે છે. આ વચ્ચે આજે અહી ગુજરાતના એક એવા ગામ વિશે વાત કરવામા આવી રહી છે જે શહેરોને પણ ટક્કર આપે તેવી છે અને અનુ ગામોએ અપનાવા જેવી છે. સાબરકાંઠાના પ્રાંતીજ નજીક આવેલિ તખતગઢ ગામએ ગામલોકોને ચોવીસ કલાક પાણી આપતુ પ્રથમ ગામ બની ગયુ છે.
અહી ઘરમાં 24 કલાક પાણી અને બીજી તરફ પાણીનો બગાડ અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘેર મીટર પણ લગાવવામા આવ્યા છે. આ અંગે તખતગઢ ગામની પાણી સમિતિના સભ્ય રસીલાબેન પટેલે માહિતી આપતા કહ્યું કે, ગામમાં પાણીની તંગી નિવારવા સમગ્ર ગ્રામજનોએ એકઠા થઈને નિર્ણય કર્યો અને પછી સરકારની ‘વાસ્મો’ ની મદદથી એક લાખ લીટર પાણીનો ટાંકો બનાવામા આવ્યો.
આ સાથે તેમણે કહ્યુ હતુ કે આ પ્રયાસમા મીટર પાણીની લાઈનો સહિતનો ખર્ચમાં સરકાર તરફથી પણ મદદ મળી અને આખા ગામમા ઘરે ઘરે પાણીની સુવિધાનુ સપનુ સાકાર થયુ છે. આ સિવાય ભારત સરકાર દ્રારા પશ્વિમ ઝોનની શ્રેષ્ઠ પંચાયત તરીકે પસંદગી આ ગામની થઈ અને રાષ્ટ્રીય કક્ષાનો નાનાજી દેશમુખ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે. આ સાથે બીજા અલગ અલગ સાત એવોર્ડ પણ આ ગામે પોતાની આ સિદ્ધીથી મેળવ્યા છે.
આ વિશે વાત કરતા સરપંચ નિશાંતભાઇ પટેલે કહ્યુ કે ગામમાં 350 ઘર છે અને 2500ની વસ્તી છે જેમા દરેક વ્યક્તિના ઘરે-ગમે તે સમયે પાણી આવે છે. આ સિવાય સરકારના ઉદેશ્ય મુજબ પાણીની સમસ્યા અંગે લોકો જાગૃત થાય અને બગાડ ન કરે તે માટે સરપંચોને હુ અપીલ કરુ છુ કે મીટર સાથેની યોજના બનાવી દરેક ઘરે ઘરે પાણી પહોંચાડો.