4 ફેબ્રુઆરીના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા સહલગ્ન સંસ્થા શ્રી આણંદ બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞ પવિત્ર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યક્રમમાં 111 બટુકોને દ્વિજ સંસ્કારથી પવિત્ર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ માં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા અધ્યક્ષ શ્રી ભરતભાઈ રાવલ મહામંત્રી શ્રી અમિત દવે મુખ્ય સંગઠક શ્રી અશ્વિન ત્રિવેદી ઉપાધ્યક્ષ શ્રી રાકેશ પાઠક તેમજ મીડિયા કન્વીનર દિનેશ રાવલ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંતો દ્વારા પધારેલ મહેમાનો તેમજ દાતાશ્રીઓનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજના ચિત્રપટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્લ્ડ બુક ઓર્ગેનાઈઝેશન સંસ્થા દ્વારા ઉપરોક્ત કાર્યક્રમને વર્લ્ડ બુકમાં સ્થાન આપવામાં આવ્યું હતું સંસ્થા ના મહાનુભાવો દ્વારા ઉપરોક્ત કાર્યક્રમના દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત કાર્યક્રમમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા વતી આણંદ અધ્યક્ષ શ્રી હરેન્દ્ર ભાઈ પંડ્યા મહામંત્રી શ્રી ધનંજયભાઈ, ઉપાધ્યક્ષ શ્રી અતુલભાઇ, તેમજ મિહિરભાઈ ત્રિવેદી ખજાનચી, બ્રિજેશભાઈ પ્રચાર પ્રસાર મંત્રી તેમજ સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
મહિલા ટીમના અધ્યક્ષ શ્રી અમીબેન તેમની ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અમીબેન દાણક. પ્રમુખ શ્રી આણંદ ઉમાં બેન પંડ્યા. ઉપ પ્રમુખ શ્રી ,આણંદ “પીપળાવ ”
દિક્ષિતા બેન દવે. શ્રી શહેર પ્રમુખ
આણંદ ,જ્યોતિ બેન શુક્લ -આણંદ ,દક્ષા બેન ખંભોળજા – આણંદ , સોનલ બેન જોષી – ખમ્ભાત ,બેલા બેન શુક્લ -પેટલાદ મેંહા. આર. ભટ્ટ -પેટલાદ ,સ્મિતા બેન ઉપાધ્યાય -પેટલાદ,અમિષા બેન ત્રિવેદી -પેટલાદ ઉપસ્થિત રહ્યા હતા
લાખો ગુજરાતીઓને હાલાકી, ગુજરાતમાં 400થી વધુ CNG પંપ ધારકો હડતાળ પર, જાણો એવો તો શું મોટો વાંધો પડ્યો
Breaking: તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 195 થયો, બંને દેશોમાં ચારેકોર તબાહી જ તબાહી
ઉપરોક્ત કાર્યક્રમમાં વીતેશભાઈ ત્રિવેદી તેમજ પેટલાદ સોજીત્રા તારાપુર બોરસદ માતર જેવા તાલુકાઓમાંથી સ્વ સંસ્થાના પ્રતિનિધિઓ ટીમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં 4000 થી વધુ ભૂદેવ બટુકોનેઆશીર્વાદ આપવા તેમજ કાર્યક્રમની સફળ બનાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સ્વ સંસ્થાના ટ્રસ્ટીશ્રી ડૉ યજ્ઞેશ દવે દ્વારા કાર્યક્રમની સફળતાને બિરદાવવામાં આવી હતી અને ઉપસ્થિત નહીં રહી સકવાને કારણે દીલગીરી વ્યક્ત કરી હતી.