Gujarat News: હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાંમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ ગાંધીનગર શહેર સહિત આસાપાસના ગામડામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. દરિયામાં કરંટ હોવાના કારણે ગુજરાતમાં 5 દિવસ માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારી મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદ નહીં આવે તેમજ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે તેમજ આગામી 5 દિવસ ફિશરમેન વોર્નિંગ રહેશે. સીઝનના વરસાદ સામે 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે ગુરૂવારે અને આવતીકાલે શુક્રવારે સામાન્ય વરસાદ વરસી શકે છે.
ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ
આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા
અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા
ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે. અત્યારે સિસ્ટમ ઉપરની તરફ એટલે કે, છત્તીસગઢ તરફ જઈ રહી છે. અત્યારે જે ડિપ ડિપ્રેશન બન્યું છે તેની અસર ઉત્તર છત્તીસગઢમાં રહેશે તેમ પણ હવામાન વિભાગે કહ્યું છે.કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ છુટછવાયા સામાન્ય વરસાદનું શક્યતા છે. અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન થઇ શકે છે. અહીં હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે. સમગ્ર દેશના હવામાનની વાત કરીએ તો 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.