મોરબીમાં મચ્છુ નદી પર 5 દિવસ પહેલાં જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ તૂટી પડતાં 140થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમયે 500 લોકો બ્રિજ પર હતા. પુલ તૂટી પડતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘટ્ના બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોતનો આંકડો હજુ પણ વધે તેવા અહેવાલ છે. આ વચ્ચે સમાચાર છે કે સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના પણ આ ઘટનામા મૃત્યુ થયા છે.
મળતી માહિતી મુજબ સાંસદ મોહન કુંડારિયાનાં સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના આ પુલ તુટતા મોત થયા છે. એક જ પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ સમાચાર બાદ પરિવારમા શોક છવાયો છે.
હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યુ છે. NDRF અને સેનાના જવાનો, એરફોર્સ અને નેવીની ટીમ રેસ્ક્યૂની કામગીરી કરી રહી છે. પરત્ય નદીમાં કીચડ હોવાને કારણે મૃતદેહ શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે.
મળતી માહિતી મુજબ જયસુખ પટેલની હાજરીમાં આ પુલને ખુલ્લો મૂકાયો હતો. આ બ્રિજના રિનોવેશનની કામગીરી છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપાઈ હતી અને 26 ઓક્ટોબરે પુલને સમારકામ કર્યા બાદ ખુલ્લો મૂકાયો હતો. જો કે આ ઘટના બાદ પાલિકાના ચીફ ઓફિસરે ઓરેવા ટ્ર્સ્ટ પર આરોપ લગાવતા કહ્યુ કે, અમારા દ્વાર પરમિશન નહોતી અપાઈ હતી છતા આ સંસ્થાએ ઝૂલતા પૂલને ખુલ્લો મુકી દીધો હતો. બીજી તરફ આ સમ્ગ્ર મામલે ઓરેવા ગ્રુપે મૌન છે.