ગુજરાતમાં મેઘરાજાનું દે દનાદન, આ જિલ્લામાં માત્ર 8 કલાકમાં 14 ઇંચ ખાબક્યો, કુલ 151 તાલુકાઓમાં રેલમછેલ કરી નાખી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યનાં કુલ 151 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. જુનગાઢનાં વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ચાર કલાકમાં સાત ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વિસાવદર તાલુકામાં ધોધમાર વરસાદ છેલ્લા ચાર કલાકમાં સાત ઈંચ વરસાદ વરસ્યો હતો અને કુલ 8 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા  હતા. સરસઈ, ચાપરડા સહિતના ગામડાઓને આપવામાં આવ્યું એલર્ટ, નદીના પટમાં ન જવા લોકોને તંત્રની અપીલ છે.

રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. સાંજે અમદાવાદના વસ્ત્રાપુર, બોડકદેવ, થલતેજ, એસ.જી હાઈવે, સિંધુ ભવન, માનસી સર્કલ, પ્રહલાદનગર, સરખેજ તેમજ ગોતામાં વરસાદી માહોલ છવાયો હતો.

ડરો નહીં, બધા માટે આધાર-પાન લિંક કરવું ફરજિયાત નથી, આ લોકોને મળી છે છૂટ, જાણો સરકારનો નવો નિયમ

રસ્તાઓ નદીમાં ફેરવાયા, મંદિરો ડૂબી ગયા, ગામો-ગામમાં નદીપુર આવી, આખા સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા જેવો અનરાધાર વરસાદ

અંબાણી કે અદાણી નહીં આ માણસ પાસે છે દુનિયાની સૌથી મોંઘી કાર, કિંમત એટલી કે 10 મોટા એપાર્ટમેન્ટ આવી જાય

દક્ષિણ ગુજરાતમાં વલસાડમા કપરાડામાં 6 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. કચ્છનાં અંજારમાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. જયારે જામનગરમાં પણ 8 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો


Share this Article