ભગવાનના રથ નિજમંદિર પહોંચ્યા, ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું શાંતિપૂર્ણ માહોલમાં સમાપન

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

આજે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં(Ahmedabad) ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી હતી . દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ વર્ષોની પરંપરા પ્રમાણે આજે પણ ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈને નીકળ્યા. જેના પગલે શહેરના દરેક માર્ગો પર જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયા છે. તેમજ લોકો ઉત્સાહભેર રથયાત્રામાં જોડાઈ રહ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ નિજમંદિર પહોંચ્યા છે. ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં 146મી રથયાત્રાનું સમાપન થયું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ પણ મંદિરની બહાર લવાયો હતો. આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એખલાસના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રંગે ચંગે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. આજે સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે હેમખેમ પહોંચ્યા હતા અને રથયાત્રા આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત મુસ્લિમ આગેવાનોએ કોમી એકતાના પ્રતિક સમા સફેદ કબૂતર ઉડાડ્યાં હતા અને રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. મોસાળ સરસપુરમાં લાખો ભક્તોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ભક્તોને ચોખ્ખા ઘીનો મોહનથાળ, બુંદી, પુરી-શાક, કઢી-ખીચડી, ફુલવડી દાળ-ભાત સહિતનું ભોજન પીરસાયું હતું.

આ પણ વાંચો

આખરે તારક મહેતાના પ્રોડ્યુસર આસિત મોદી વિરુદ્ધ કેસ દાખલ, યૌન શોષણના આરોપમાં થશે મોટા ધડાકા

ઠેર ઠેર આજે અમદાવાદમા રસ્તાઓ બંધ, કેટલાય રૂટને ડાયવર્ઝન કરાયા, અહીં જાણી લો આખું લિસ્ટ, નહીતર હેરાન પરેશાન થઈ જશો

આજે અમદાવાદમાં ૧૪૬મી રથયાત્રા, જૂઓ ક્યાં પહોંચ્યા, કેવી છે ભક્તોની ભીડ, સજી ધજીને ભગવાન નગરચર્યાએ નીકળ્યા

ભગવાન જગન્નાથજીની 146ની રથયાત્રામાં અમિત શાહ જગન્નાથ મંદિરે પહોંચ્યા અને મંગળા આરતી કરી પરિવાર સાથે દર્શન કર્યા હતા. તેમની સાથે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ પણ મંગળા આરતી કરી હતી. જગન્નાથ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓ પણ પહોંચ્યા હતા અને ભગવાનનાં દર્શન કર્યા હતા. કડક પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલી રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો, શણગારેલા ટ્રક, 18 હાથી, 1000થી વધુ ખલાસીઓ અને સાધુ-સંતો જોડાયા હતા.


Share this Article