2-3 દિવસના વિરામ બાઅદ હવે ફરી હવામાન વિભાગે રાજ્યમા આજથી વરસાદ શરૂ થઈ જવાની આગાહી કરી દીધી છે. આ વચ્ચે સૌરાષ્ટ્રના દેવભૂમી દ્વારકામાં વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે. આ સાથે દ્વારકાનો દરિયો ગાંડો થયો છે અને 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળતા નોંધાયા છે.
આ કારણે જ દેવભૂમી દ્વારકા દરિયામાં ભારે કંરટ જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિને જોતા તંત્રએ લોકોને દરિયાકિનારે ન જવા માટે અપીલ કરી છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્રના માછીમારોને પણ હાલની સ્થિતિ જોતા દરિયો ન ખેડવા માટે કહ્યુ છે.
બીજી તરફ ભડકેશ્વર ખાતે દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ સહેલાણીઓને પણ હાલ દરિયા કિનારે ન જવા સૂચીત કરાયા છે.