છેલ્લા થોડા સમયથી રાજકોટમાં કૂતરાઓએ આતંક મચાવ્યો છે. દરરોજ સ્વાનનો શિકાર બનેલા કેસ આવી રહ્યા છે. આ બાદ હવે તંત્ર સજાગ થયુ છે અને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
દરરોજ શહેરમાં શ્વાન કરડવાના કેસમાં 16 કેસ
મળતી માહિતી મુજબ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ માટે એક ખાસ વોર્ડ ઉભો કરાયો છે. હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં રેબિસ ક્લિનિકમા સ્વાનનો શિકાર બનેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવશે. શહેરમા કૂતરાના આ આતંકથી લોકો હેરાન થઈ રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આ માટે ખાસ વોર્ડ ઉભો કરાયો
રિપોર્ટ અનુસાર દરરોજ શહેરમાં શ્વાન કરડવાના કેસમાં 16 કેસ સામે આવી રહ્યા છે. એટલે કે કાયમના 16 લોકોને કૂતરાઓ કરડી રહ્યા છે. હવે આ વધતા જતા આંકડાઓને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં રેબીસી ક્લિનિક ફાળવવામાં આવ્યું છે જ્યા આવા કેસોની ખાસ કરીને સારવાર કરવામા આવશે.
જો તમારા ઘરમાં પણ ક્યારેય આ પક્ષી જોવા મળે તો સમજો ભાગ્યના દરવાજા ખુલી ગયા, પછી ધનની ચિંતા ન કરતાં
નિયમો તોડવા બદલ WhatsApp બંધ કરશે 29 લાખ એકાઉન્ટ, લિસ્ટ પણ તૈયાર છે, શું તમે આવી ભૂલ નથી કરી ને?
હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડીંગમાં રેબિસ ક્લિનિક શરૂ કરવામાં આવશે. ડિસેમ્બર 2022માં 330, જાન્યુઆરી 2023માં 357 અને ફેબ્રુઆરી 2023માં 429 કેસ સામે આવી ચૂક્યા છે.