દેશના અલગ અલગ રાજ્યમાં ધારાસભ્યોને અલગ અલગ સુવિધા આપવામાં આવે છે. સૌથી વધુ પગાર કયા રાજ્યમાં છે એની વાત કરીએ તો ધારાસભ્યોનો સૌથી વધુ પગાર તેલંગાણામાં છે. ધારાસભ્યોને મહિને આશરે 2.50 લાખ રૂપિયા પગાર છે. બીજા નંબરે ઉત્તરાખંડ આવે છે. તો આજે આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ધારાસભ્યોને મળતી સુવિધા પણ કંઈ જેમ તેમ નથી. 182 ધારાસભ્યોની શપથવિધિ યોજાઈ ગઈ અને કાલથી જ મહિને 1.37 લાખનો પગાર મળશે. આ સાથે તેમને આજથી જ મફત બસ મુસાફરી જેવી અનેક સુવિધાઓનો પણ લાભ મળશે. આટલું જ નહીં, તેમને મહિને માત્ર 37 રૂપિયાના ભાડામાં એક ડ્રોઇંગરૂમ, બે બેડરૂમ, મફત બસ મુસાફરી, તબીબી સારવાર સાથે અન્ય અનેક સુવિધાનાં પણ લાભ મળશે. અહીં વિગતે જાણીએ કે ધારાસભ્યને શું શું સુવિધા આપવામાં આવશે…
ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવાર માટે હોસ્પિટલોમાં ફ્રી સારવારની સુવિધા
ધારાસભ્યોને મકાનમાં 2 સોફા, 1 એસી, 6 જેટલા પંખા, ફ્રિજ, ટીવી સહિતની સુવિધા આપવામાં આવે છે. જેમાનિયમિત સફાઈ અને અટેન્ડન્ટની પણ સુવિધા મળશે.
સરેરાશ રૂપિયા 26000 જેટલું મોંઘવારી ભથ્થું
ધારાસભ્યોના ક્વાર્ટર્સમાં આવેલી કેન્ટિનમાં રૂ.85માં ફુલ ડીશની સુવિધામકાનનું લાઈટબિલ પણ સરકાર ભરે છે.
ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને તેમનાં પરિવાર માટે હોસ્પિટલોમાં ફ્રી સારવારની સુવિધા
આગામી 5 વર્ષ સુધી મહિને રૂ.78800ની બેઝિક સેલેરી
ટેલિફોન-પેટ્રોલ બિલ સહિત સરેરાશ રૂ.1.16 લાખનો પગાર
ગાંધીનગરમાં ક્વાર્ટર્સની સુવિધા મળે છે. જેમાં રોજનું ભાડું માત્ર.1.25 રુપિયા