વડોદરામા આજે બે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક અકસ્માત દરજીપુરા એરફોર્સ પાસે થયો જેમા છકડો અને કન્ટેનર વચ્ચે અથડામણ થતા 7 લોકોના છકડામાં દબાઈ જવાથી કમકમાટીભર્યા મૃત્યુ થયા.
અકસ્માત એટલો ગંભીર હતો કે આ મૃતદેહોને બહાર કાઢવા માટે છકડાના પતરા કાપવા પડ્યા હતા. આ કામગીરી ફાયર બ્રિગેડ અને એરફોર્સના જવાનોએ કરી હોવાના સમાચાર છે.
આ સિવાય અન્ય એક અકસ્માત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર બોદજ ગામ નજીક થયો હતો, અહી બસ અને ટ્રક વચ્ચે અથડામણ થતા બસમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. મળતી માહિતી મુજબ હાઈવે પર આ અકસ્માતના કારણે 4 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ થયો છે જેને હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને હળવો કરાયો છે. આ સાથે અમદાવાદના બોપલ વિસ્તારમાંથી પણ અકસ્માતની ઘટના સામે આવી છે જ્યા શહેરના VIP રોડ ઉપર એક ડમ્પરે વાહન ચાલકોને ટક્કર મારી.