Ahmedabad News: અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિનના પ્રમુખ વિજય મકવાણાએ એક નવી જ પહેલ હાથ ધરી છે. જેમ આજાદી પહેલા ક્રાંતિકારીઓ પગપાળા યાત્રા કરીને લોકોમાં જાગૃતિ લાવતા કંઈક એ જ રીતે રિક્ષા ચાલકોમાં જાગૃતિ આવે એ માટે નવો પ્રયત્ન હાથ ધરાયો છે અને જેની ચર્ચા હાલમાં આખા ગુજરાતમાં કરવામાં આવી રહી છે.
વિજયભાઈ આ પગપાળા યાત્રામાં એકલા જ નીકળ્યા છે અને રોજ તેમની સાથે 2-4 લોકો જોઈન થઈને પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે.
આજથી આ યાત્રાની શરૂઆત થઈ છે અને 9 દિવસ સુધી ચાલવાની છે. 15 તારીખે આ પદયાત્રાનો વિરામ આવશે.
આજની જો વાત કરવામાં આવે તો મેમનગરથી- દર્પણ 6 રસ્તા, નવરંગપુરા, આશ્રમ રોડ, વાડજ, ગાંધી આશ્રમ, આરટીઓ, સાબરબતી રેલવે સ્ચટેશન, રામનગર, વિસત ચાર રસ્તા, ચાંદખેડા, આઈઓસી રોડ… વગેરે સ્થળોએ વિજયભાઈ ગયા હતા. 9 દિવસની યાત્રા આખા અમદાવાદ શહેરમાં અને 212 કિમી સુધી કાઢવામાં આવશે. જેમાં વચ્ચે 54 જેટલા પોલીસ સ્ટેશન આવી રહ્યા છે.
વિજયભાઈ આ પદયાત્રાનો હેતુ જણાવે છે કે રિક્ષા ડ્રાઈવરમાં જાગૃતતમાં આવે. વધારેમાં વધારે રિક્ષા ચાલકો અમારા આ અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન સંગઠન સાથે જોડાઈ. પ્રથમ વખત પદયાત્રાનું આયોજન કર્યું છે અને હું જ્યાં જ્યાં જઉ છું ત્યાં અમારું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
વારા પછી વારો, મારા પછી તારો…. હવે અમીરોની યાદીમાં અંબાણીનો ફગોળિયો થયો, અદાણી ખાલી આટલા નંબર જ પાછળ
અમે દર વર્ષે લોકોને અમારા યુનિયનમાં જોડવા માટે એક એક પોગ્રામ રાખતા હોઈએ છીએ. ત્યારે આ વખતે પ્રથમ વાર પદયાત્રાનું આયોજન કર્યું છે અને લોકોના સરસ પ્રતિસાદ પણ મળી રહ્યા છે.