Gujarat News: હાલમાં સુરતમાંથી એક શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. ગુરૂ-શિષ્યનાં સબંધને લજવી નાખ્યા છે. શહેરના એક લંપટ શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે અડપલા કરતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાની ઘટના બની છે.
વિગતો અનુસાર લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી. ત્યારે મોડી રાત્રી સુધી તરૂણી ઘરે ન પહોંચતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને આખી વાત બહાર આવી હતી. તરૂણી મોડી રાત સુધી ઘરે ન આવતા પરિવારજનો દ્વારા ચિંતા થઈ અને પછી રાત્રે ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું ઘરે પહોંચ્યા બાદ તરૂણીને પરિવારજનો દ્વારા રાત્રે મોડું થવા બાબતે પૂછપરછ કરી અને દીકરીએ બધી હકીકત જણાવી.
તરૂણીએ સમગ્ર હકીકત પરિવારજનોને કહેતા વાત કરી અને પરિવારજનો સામે લંપટ શિક્ષકનો ભાંડો ફોડ્યો હતો. જેમાં છેલ્લા દોઢ મહિનાથી લંપટ શિક્ષક મહેશ ગોંડલિયા તરૂણીને શારીરિક અડપલાં કરીને હેરાન કરતો હોવાનો ખુલાસો થયો.
આખા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી, આજે આટલા જિલ્લામાં મેઘો ધબધબાટી બોલાવી દેશે, જાણો આગાહી
જે બાદ સમગ્ર મામલો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને ખરેખર લંપટ શિક્ષકે કેવી કેવી હરકતો કરી એને લઈ સજા પણ આપવામાં આવશે.