ગુજરાતમા એક તરફ દારૂબંધીની વાતો કરવામા આવે છે અને બીજી તરફ બોટાદમાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી એકસાથે 29 લોકોનાં મોત અને 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં લઈ જવાતા અરેરાટી મચી છે. આ ઘટનામા જયેશ મુખ્ય આરોપી હોવાનુ સામે આવ્યુ છે. જયેશની ધરપકડ પણ કરી લેવામા આવી છે. હવે આ મામલે ATS,ક્રાઈમ બ્રાંચની ટીમ પણ એકશનમા આવી છે. પોલીસે આ લઠ્ઠાકાંડમા સામેલ આરોપી જયેશ સહિત અન્ય 14 લોકોની ધરપકડ કરી લીધી છે
*ઝડપાયેલા આરોપીઓના નામ
1 ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા
2 પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા
3 વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ
4 સંજય કુમારખાણીયા, રહે. નભોઈ
5 હરેશ આંબલિયા, રહે. ધંધુકા
6 જટુભા લાલુભા, રહે. રાણપરી
7 વિજય પઢિયાર, રહે. રામપરા
8 ભવાન નારાયણ, રહે. વેયા
9 સન્ની રતિલાલ, રહે. પોલારપુર
10 નસીબ છના, રહે. ચોકડી
11 રાજુ, રહે. અમદાવાદ
12 અજીત કુમારખાણીયા, રહે. ચોકડી
13 ભવાન રામુ, રહે. નભોઈ
14 યમન રસીક, રહે. ચોકડી
આ ઘટના બાદ ગામ આજ સવારથી શોકમા ડૂબી ગયુ છે. વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી છે. કુલ 29 લોકોના મોત આ જેરી દારૂ પીવાથી થયા છે જેમા 15 બરવાળા અને 9 લોકો ધંધૂકાના હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSIએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. આ સાથે ઘટનાની જાણ થતા જ DYSPની અધ્યક્ષતામાં SIT બનાવીને તપાસ કરવામા આવી રહી છે જેનો સરકારને રીપોર્ટ સોંપવામા આવશે.
મળતી માહિતી મુજબ ચોકડી ગામેથી આ તમામ લોકોએ દેશી દારૂ પીધો હતો. આ અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હોવાનુ સામે આવ્યુ છે. પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે કે અમદાવાદમાંથી કેમિકલ સપ્લાય થયું હતું અને ચોકડી ગામે સપ્લાય પિન્ટુ નામના વ્યક્તિએ લઠ્ઠો તૈયાર કર્યો જે બાદ તેને રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કરવામા આવ્યો હતો. હવે ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે.
બરવાળાના ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ ઘટનાની જાણ થતા ચોકડી ગામે પહોંચ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી.
*દેશી દારૂ પીવાથી થયેલા મોત:
1. જયંતીભાઈ રામજીભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા
2. ગગજીભાઈ મોહનભાઈ ચેખલીયા ગામ ઉચડી તા.ધંધુકા,
3. બળદેવભાઈ હરજીભાઈ મકવાણા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
4. હિંમતભાઈ મગનભાઈ વડદરીયા ગામ. અણીયાળી ભીમજી તા.ધંધુકા
5. કિશનભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.37 ગામ.આકરુ તા.ધંધુકા
6. ભાવેશભાઈ માવજીભાઈ ચાવડા ઉ.વ.27 ગામ.આકરુ તા.ધંધુકા
7. પ્રવિણભાઈ બાળુભાઈ કુવારીયા ઉ.વ.30 ગામ.આકરુ તા.ધંધુકા
8. વશરામભાઈ શાંતિભાઈ પરમાર ઉ.વ.30 ગામ.રોજીદ તા. બરવાળા
9. ઘનશ્યામભાઈ વેરશીભાઈ રાતોજા ઉ.વ.34 ગામ.રોજીદ તા.બરવાળા
10. શાંતિભાઈ તળશીભાઈ પરમાર ઉ.વ.50 ગામ.રોજીદ તા.બરવાળા
11. અરવિંદભાઈ માધુભાઈ સિતાપરા ઉ.વ.35 ગામ.ચંદરવા તા.રાણપુર
12. ઈર્શાદભાઈ ફકીરભાઈ કુરેશી ગામ ચંદરવા, તા. રાણપુર
13. દિનેશ વહાણભાઈ વીરગામા ઉ.વ.37 ગામ.રોજીદ તા.બરવાળા
14. ભૂપતભાઈ વીરગામા ગામ રોજીદ
15. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ઉ.વ.50 રાણપુર
*હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ:
1. ચંદુભાઈ કાંતિભાઈ ચેખલીયા ગામ.ઉચડી તા.ધંધુકા
2. રમેશભાઈ મગનભાઈ વડદરીયા ગામ.અણીયાળી ભીમજી તા.ધંધુકા
3. મનસુખભાઈ કરશનભાઈ દેત્રોજા ગામ.અણીયાળી તા ધંધુકા
4. વિપુલભાઈ વિનુભાઈ કાવડીયા ગામ.રોજીદ.તા.બરવાળા
5. ટીકાભાઈ ભુપતભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
6. ધુડાભાઈ રણછોડભાઈ બળૉલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
7. દિપકભાઈ રણછોડભાઈ બળોલીયા ગામ.રોજીદ.તા.બરવાળા
8. હિંમતભાઈ મુળજીભાઈ ગામ.રોજીદ.તા.બરવાળા
9. વિનુભાઈ હનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
10. દેવજીભાઈ નાનુભાઈ ખોડદા ગામ.રોજીદ.તા.બરવાળા
11. બળવતભાઈ શાંતિભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
12. અનીલભાઈ બળદેવભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
13. રમેશભાઈ રાજુભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
14. વાલજીભાઈ પથાભાઈ ઝાલા ગામ.રોજીદ.તા.બરવાળા
15. ભરતભાઈ ભનાભાઈ કાવીઠીયા ગામ.રોજીદ.તા.બરવાળા
16. વિક્રમભાઈ ગોરાભાઈ ડાભી ગામ.રોજીદ.તા.બરવાળા
17. રાજેશભાઈ વાલજીભાઈ સોલંકી ગામ.રોજીદ.તા.બરવાળા
18. ઘનશ્યામભાઈ કલ્યાણભાઈ વિરગામા ગામ.રોજીદ.તા.બરવાળા
19. મુકેશભાઈ હમલભાઈ પરમાર ગામ.રોજીદ.તા.બરવાળા
20. શંકરભાઈ દિપસંગભાઈ રાઠવા ગામ.રોજીદ.તા.બરવાળા
21. સિતાબેન ધેવરસિંહ ચૌહાણ ગામ.રોજીદ.તા.બરવાળા
22. ભુપતભાઈ લઘરભાઈ વલાણીયા ગામ.ચંદરવા તા.રાણપુર
23. બહાદુરભાઈ લઘરભાઈ વલાણીયા ગામ ચંદરવા તા. રાણપુર
24. શૈલેશભાઈ બાબુભાઈ સિતાપરા ગામ.ચંદરવા તા.રાણપુરનો સમાવેશ થાય છે.