ફરી એકવાર પાકિસ્તાન ભારતના માછીમારોને અપહરણ કરી લઈ ગયુ હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાન મરીને આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી માછીમારોને અપહરણ કર્યુ છે. મળતી માહિતી મુજબ 3 ભારતીય બોટને પાકિસ્તાન મરીને પોતાના કબજામા લીધી છે અને આ બોટમાં કુલ 18 જેટલા માછીમારો હતા જેનુ અપહરણ કરી લઈ જવાયા છે.
આ બોટ ગુજરાતના દ્વારકાની હોઈ તેવી સંભાવના છે અને પાકિસ્તાન મરીન સિક્યોરિટી હવે માછીમારોને લઈને કરાંચી તરફ લઈ ગયા હોવાનું અનુમાન છે. આ અગાઉ પણ 6 ફેબ્રુઆરીએ આજ રીતે પાકિસ્તાન મરીને આતંરરાષ્ટ્રીય જળ સીમા નજીકથી ગુજરાતની 2 બોટમાંથી કુલ 12 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવ્યા બાદ માછીમારોમાં રોષ છે