ભવર મીણા (પાલનપુર): બનાસકાંઠા જિલ્લામાં હવામાનવિભાગદ્વારા ભારે વરસાદ ની આગાહી આપવા માં આવતા વરસાદે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ વેર્યું છે.બે દિવસ ના મેઘમહેર થી જિલ્લા ના જળાશયો માં નોંધપાત્ર પાણી નો આવરો થયો છે તો અમીરગઢ તાલુકા ના માત્ર બે દિવસ માં 3 જળાશયો ઉભરાઈ જતા ધરતીપુત્રો માં આનંદ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં 18 મી સુધી રેડ એલર્ટ ની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવા માં આવી છે.ત્યારે જિલ્લામાં આવેલા 14 તાલુકાઓ માં સાર્વત્રિક વરસાદ વરસ્યો હોવાથી કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે તો કેટલાક ઘરો માં પાણી ભરાઈ ગયા હતા જ્યારે ખેતરો બેટ માં ફરવાઈ ગયા છે.જિલ્લા માં ગુરુવાર ના સવારે 6 વાગે સુધી સૌથી વધુ દાંતીવાડા તાલુકા માં 191 મિમી તો સૌથી ઓછો દિયોદર તાલુકા માં 23 મિમી વરસાદ નોંધાયો હતો.જ્યારે બાકી ના તાલુકાઓ મા એક ત્રણ ઇંચ જેટલોવરસાદ નોંધાયો હતો.માત્ર બે દિવસ માં ઇન્દ્રદેવે આવી મહેરબાની કરી કે,જિલ્લા ના દાંતીવાડા સહિત ના ડેમો માં નોંધપાત્ર પાણી ની આવક થઈ છે.
તો બીજી બાજુ જિલ્લાના આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકા માં જિલ્લાપંચાયત લઘુ સિંચાઈ તળે ના 14 જળાશયો પૈકી ના બાલુન્દ્રા,સોનવાડી આમ બે જળાશયો ઉભરાઈ ગયા છે.જ્યારે બાકી ના જળાશયો માં નોંધપાત્ર પાણી નો આવક નોંધાઇ છે પાલનપુર ના હાથીદરા જળાશય પણ ઉભરાતા લોકો માં આનંદ છવાયો છે.તો બીજી તરફ નદીઓ માં ઘોડાપુર આવતા દાંતીવાડા,સિપુ,મુક્તેશ્વર ડેમ માં સારી એવી આવક થઈ છે.